________________
જૈન કાવ્યસાહિત્ય
(૨) ધર્મ ધર્મપાલ નામનો ગૌડ દેશનો પાલનરેશ હતો. ધર્મપાલના દરબારમાં વર્ધમાનકુંજર નામનો એક બૌદ્ધ પંડિત હતો. ધર્મપાલ એક બૌદ્ધ રાજા હતો એ તો ઈતિહાસપ્રસિદ્ધ છે. વર્ધમાનકુંજર નામના બૌદ્ધ પંડિતનું નામ તો જ્ઞાત નથી પરંતુ કુંજરવર્ધન નામના બૌદ્ધ યક્ષનો ઉલ્લેખ મળે છે.
(૩) કનોજના રાજા યશોવર્માને આમના પિતા કહ્યા છે, આ વાત ઈતિહાસવિરુદ્ધ જણાય છે. આમ (નાગભટ્ટ)ના પિતાનું નામ વત્સરાજ હતું. યશોવર્મા તે હોઈ શકે જેણે કોઈ ગૌડરાજાને મારી નાખ્યો હતો તથા જે પોતે કાશ્મીરના મુક્તાપીડ લલિતાદિત્ય દ્વારા વિ.સં.૭૯૭માં મરાયો હતો. તે ગૌડવહોના કર્તા વાતિરાજનો સમકાલીન કે પૂર્વવર્તી હતો પરંતુ બપ્પભટ્ટનો સમકાલીન ન હતો કારણ કે બપ્પભટ્ટ તેના મૃત્યુ પછી ત્રણ વર્ષ બાદ જન્મ્યા હતા. ગ્રન્થકર્તાને કોઈ પૂર્વવર્તી પાસેથી આ ખોટી માહિતી મળી અને યશોવર્મા તથા મુક્તાપીડને ભ્રાન્ત રૂપમાં ચીતર્યા.
૪૨૨
(૪) વાતિરાજ – ગૌડવહોના સર્જક – પણ બપ્પભટ્ટિના સમકાલીન કોઈક રીતે માની શકાય, જો એમ માનવામાં આવે કે યશોવર્માના યશનું વર્ણન તેના મૃત્યુ પછી વાતિરાજે પોતાના કાવ્યમાં કર્યું હતું.
(૫) ગુજરાતના રાજા જિતશત્રુ અને રાજગૃહના રાજા સમુદ્રસેનના વિશે
ઈતિહાસ કંઈ જ જાણતો નથી. શક્ય છે કે તે બન્ને કોઈ જાગીરદાર હોય. (૬) ઢુંઢુંક નાગાવલોકનો પુત્ર હતો અને ભોજનો પિતા. બની શકે કે આ રામભદ્રનું જ વિકૃત નામ હોય.
(૭) ઢુંઢુંકનો પુત્ર અને નાગાવલોકનો પૌત્ર ભોજ હતો, જેને મિહિરભોજ માની શકાય.
આ રીતે અન્ય ચરિતોનું વિશ્લેષણ રજૂ કરવાથી બહુમૂલ્ય ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત કરી શકાય. સમગ્ર ગ્રન્થનું વિવેચન અહીં કરવું શક્ય નથી. પ્રબન્ધચિન્તામણિ
૧
પ્રબન્ધસાહિત્યનો આ ત્રીજો ગ્રન્થ છે. આખો ગ્રન્થ પાંચ પ્રકાશોમાં વિભક્ત
૧. જિનરત્નકોશ, પૃ. ૨૬૫; સિંઘી જૈન ગ્રન્થમાલા, ૧; તે જ ગ્રન્થમાલામાં હજારીપ્રસાદ દ્વિવેદીકૃત હિન્દી અનુવાદ; ડૉ. રામચન્દ્ર દીનાનાથ શાસ્ત્રીકૃત ગુજરાતી અનુવાદ, મુંબઈથી સં. ૧૯૪૫માં પ્રકાશિત; સી. આર. ટાવનેકૃત અંગ્રેજી અનુવાદ બિબ્લિઓથેકા ઈન્ડિકા સિરિઝ, કલકત્તાથી ૧૮૯૯-૧૯૦૧માં પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org