________________
૪૨૦
જેન કાવ્યસાહિત્ય
ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે પ્રબન્ધકોશના કર્તાએ જિનભદ્રની પ્રબન્દાવલિમાંથી જ આ બન્ને પ્રબન્ધ પોતાના પ્રબન્ધકોશમાં લીધા છે. એમ જોવા જઈએ તો ઉત્તરકાલીન પ્રબન્ધગ્રન્થો પોતાના કેટલાક વિષયો માટે આ પ્રબન્ધાવલિના ઋણી છે. તેને મુનિ જિનવિજયજીએ પોતાના ગ્રન્થ “પુરાતનપ્રબન્ધસંગ્રહની અંદર પ્રકાશિત કરેલ છે. તેમાં ઉપલબ્ધ પૃથ્વીરાજપ્રબન્ધમાં ચન્દવરદાઈના તથાકથિત પૃથ્વીરાજરાસો કાવ્યનાં બીજો રહેલાં છે તથા આધુનિક લોકભાષાઓ અને સાહિત્યનાં બીજ પણ મળે છે.
તેની ભાષા તે સંસ્કૃત છે જે એક લોકભાષાનું રૂપ ધરાવે છે. તે કેવળ પ્રાકૃતના પ્રયોગોથી જ ઓતપ્રોત નથી પરંતુ તત્કાલીન ક્ષેત્રીય ભાષાના શબ્દોથી પણ ઓતપ્રોત છે. જેને પ્રાકૃત અને પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી તે તેના પ્રબન્ધો, કેટલાય શબ્દો, વાક્યો અને ભાવોને નહિ સમજી શકે. ગુજરાતના જૈન લેખકોએ આ ભાષાનો પોતાના કથા તથા પ્રબંધ ગ્રન્થોમાં ખૂબ ઉપયોગ કર્યો છે. ગુજરાત અને મધ્ય ભારતના કેટલાક ભાગોને છોડી આવી ભાષાનો પ્રયોગ અન્યત્ર નથી થયો. આ ભાષા ઉક્ત પ્રદેશોનાં રાજકાર્યો અને રાજદરબારોની ભાષા પણ રહી છે. આ ભાષા ગુજરાતમાં મુસલમાનોના રાજસ્થાપન પછી પણ કાનૂની દસ્તાવેજોની ભાષા રહી છે, જે દસ્તાવેજો ન્યાયાલયોમાં રજિસ્ટર કરવા માટે સ્વીકારવામાં આવતા હતા. આ ભાષા પેલા પંડિતોની ભાષા નથી જે પાણિનિ યા હેમચન્દ્ર પ્રણીત વ્યાકરણના નિયમોને વળગી રહેતા હતા. આ ભાષાની તુલના ઈસ્વી સનની શરૂઆતની સદીઓમાં લખાયેલા બૌદ્ધ ગ્રન્થો મહાવસ્તુ અને લલિતવિસ્તર વગેરેની ભાષા સાથે કરી શકાય, આ બૌદ્ધ ગ્રન્થોની ભાષાને “ગાથા સંસ્કૃત' કહેતા હતા. ગુજરાતના જૈન લેખકોની આ ભાષાને પૃથક નામ તો નથી આપવામાં આવ્યું પણ આપણે તેને વર્નાક્યુલર સંસ્કૃત યા સર્વસાધારણ જનતામાં રામજાતી સંસ્કૃત કહી શકીએ.
કર્તા – આ પ્રબન્ધાવલિના કર્તા જિનભદ્ર છે. તે ઉદયપ્રભસૂરિના શિષ્ય હતા. તેમના વિશે વિશેષ માહિતી મળતી નથી. જિનભદ્ર ઐતિહાસિક અને પૌરાણિક કથાનકોના સંગ્રહરૂપ પ્રબન્દાવલિ વસ્તુપાલના પુત્ર જયન્તસિંહના પઠનપાઠન માટે તૈયાર કરી હતી.
૧. પુરાતનપ્રબન્ધસંગ્રહનું પ્રાસ્તાવિક વક્તવ્ય, પૃ. ૮. ૨. તેની ભાષા અને શબ્દો માટે જુઓ : મહામાત્ય વસ્તુપાલ કા સાહિત્યમંડલ, પૃ. ૨૦૩
૨૦૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org