________________
ઐતિહાસિક સાહિત્ય
એકત્ર થયેલા સમાજને ધર્મોપદેશ આપવો અને જૈનધર્મનાં સામર્થ્ય અને મહત્ત્વને પ્રગટ કરવા માટે સાધુઓ દ્વારા દૃષ્ટાન્તરૂપ ઉચિત સામગ્રી પ્રસ્તુત ક૨વી અને લૌકિક વિષયોને આધારે શ્રોતાઓને રુચિર ચિત્તવિનોદ કરાવવો. તેમ છતાં કેટલાક પ્રબન્ધો બહુ વિચિત્ર કલ્પનાઓ, ઉટપટાંગ વાતો, તિથિવિપર્યાસ અને અનેક ભૂલો અને ત્રુટિઓથી ભરેલા છે. તેથી પ્રબન્ધોને વાસ્તવિક ઈતિહાસ કે જીવનચરિત્ર સમજવા ન જોઈએ પરંતુ એવી સામગ્રીનો ઈતિહાસરચનામાં વિચાર-વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેમની એકદમ અવહેલના કરવી એ પણ બરાબર નથી કારણ કે પ્રબન્ધોનો અધિકાંશ ભાગ અભિલેખો અને વિશ્વસનીય સ્રોતોથી સમર્થિત છે. ભારતનો મધ્યકાલીન ઈતિહાસ પ્રબન્ધોમાં રહેલી સામગ્રીનો ઉપયોગ કર્યા વિના પૂર્ણ પણ નહીં ગણી શકાય.
આ પ્રકારના સાહિત્યનો સૂત્રપાત તો હેમચન્દ્રે કરી દીધો હતો અને તેમનું અનુસરણ કરીને પ્રભાચન્દ્રે પ્રભાવકચરિત લખ્યું અને પછી અનેક ગ્રન્થો લખાયા. આ પ્રબન્ધોમાં આપણને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા રાજા, મહારાજા, શેઠ અને મુનિઓના વિશે પ્રચલિત કથાવાર્તાઓનો સંગ્રહ મળે છે. તેમનાં વર્ણનોની અભિલેખો અને અન્ય સાહિત્યિક આધારોથી પરીક્ષા કરતાં અમે એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છીએ કે તે બહુધા ઐતિહાસિક તથ્યોની સમીપ છે. આ વિષયની કેટલીક કૃતિઓનો પરિચય નીચે આપીએ છીએ.
પ્રબન્ધાવલિ
ઉપલબ્ધ પ્રબન્ધોમાં સૌપ્રથમ આપણને જિનભદ્રકૃત પ્રબન્ધાવલિ મળે છે. તેમાં ૪૦ ગદ્ય પ્રબન્ધો છે. તે અધિકાંશતઃ ગુજરાત, રાજસ્થાન, માલવા અને વારાણસી સાથે સંબંધ ધરાવતી ઐતિહાસિક વ્યક્તિઓ અને ઘટનાઓ વિશે છે અને કેટલાક તો લોકકથાઓને લઈને લખાયા છે. જે રૂપમાં તે પ્રાપ્ત થઈ છે તેને પૂર્ણ ન કહી શકાય. તે મહામાત્ય વસ્તુપાલના જીવનકાળમાં તેના પુત્ર ચૈત્રસિંહની વિનંતીથી સં. ૧૨૯૦માં રચાઈ હતી પરંતુ તેમાં કેટલાક પ્રબન્ધ એવી ઘટનાઓ વિશે પણ છે જે વસ્તુપાલના મૃત્યુ પછી બની હતી. એમાં એક પ્રબન્ધ અર્થાત્ ‘વલભીભંગપ્રબન્ધ' પ્રબન્ધચિન્તામણિમાંથી અક્ષરશઃ નકલ કરી ઉતારી લેવામાં આવ્યો છે. વળી, તેના બે પ્રબન્ધો પાદલિપ્તાચાર્યપ્રબન્ધ અને રત્નશ્રાવકપ્રબન્ધને પ્રબન્ધકોશમાંથી લીધા છે. પ્રબન્ધાવલિની રચનાશૈલી ખૂબ જ સરળ અને સીધી છે, જ્યારે પ્રબન્ધકોશની શૈલી આલંકારિક અને ઉન્નત છે. આ
૧. Life of Hemachandra (Buhler), pp. 3-4.
Jain Education International
૪૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org