________________
ઐતિહાસિક સાહિત્ય
સંબંધ ધરાવતી પોતાના સમયમાં ઉપલબ્ધ પૂર્વવર્તી બધી ઐતિહાસિક સામગ્રીનો ઉપયોગ કર્યો છે. મુનિ જિનવિજયના કથનાનુસાર કલ્હણની રાજતરંગિણીનું જેવું ઐતિહાસિક મૂલ્ય છે તેવું જ આ કાવ્યનું પણ છે. આ પ્રકારના બીજા ગ્રંથોમાં જેવી અતિશયોક્તિઓ મળે છે તેમનાથી આ અપેક્ષાકૃત મુક્ત છે. પરંતુ કર્તાએ એક મહત્ત્વપૂર્ણ વાતનો જેવો ઉલ્લેખ કરવો જોઈએ એવો ઉલ્લેખ કર્યો નથી. મેરુતુંગાચાર્યે પ્રબન્ધચન્તામણિમાં તથા અન્ય પુરાતન પ્રબન્ધોમાં અને ગુજરાતી રાસોમાં સ્પષ્ટ લખ્યું છે કે વસ્તુપાલ-તેજપાલની માતા કુમારદેવીનું આશારાજ સાથે પુનર્લગ્ન થયું હતું પરંતુ જિનહર્ષે પોતાની કૃતિમાં તેનો આભાસ પણ નથી આપ્યો. લાગે છે કે કવિના સમયમાં પુનર્લગ્ન સામાજિક દૃષ્ટિએ હેય મનાવા લાગ્યું હતું.
કવિપરિચય અને રચનાકાલ આ કૃતિના સર્જક જિનહર્ષગણિ છે. તેમના ગુરુ જયચન્દ્રસૂરિ હતા. આ કૃતિની રચના ચિતોડમાં સં. ૧૪૯૭માં થઈ હતી. તેમની અન્ય કૃતિઓમાં રત્નશેખરકથા, આરામશોભાચરિત્ર, વિંશતિસ્થાનકવિચારામૃતસંગ્રહ અને પ્રતિક્રમણવિવિધ વગેરે મળે છે. તેમની કૃતિઓ ‘હર્ષીક’થી અંકિત
છે.
રાજાઓ અને મન્ત્રીઓ ઉપરાંત દાનવીર શેઠો, મહાજનોનાં ચરિતો ઉપર રચાયેલાં કાવ્યોમાંથી પણ ઐતિહાસિક મહત્ત્વની માહિતી મળે છે.
જગસ્ફૂરિત
આનો પરિચય પહેલાં આપી દીધો
૪૧૭
મળે છે : (૧)
૧
છે. આ કૃતિમાંથી નીચે મુજબ માહિતી
સં. ૧૩૧૨થી ૧૩૧૫ સુધી ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો, તેમાં વીસલદેવ જેવા રાજાઓ પાસે પણ અનાજ રહ્યું ન હતું.
(૨) સં. ૧૩૧૨થી ૧૩૧૫માં ગુજરાતમાં વીસલદેવનું, માલવામાં મદનવર્માનું, દિલ્હીમાં મોજદીન (નસીરુદ્દીન)નું તથા કાશીમાં પ્રતાપસિંહનું શાસન હતું. (૩) પાર પ્રદેશનો શાસક પીઠદેવ અણહિલ્લપુરના શાસક લવણપ્રસાદનો સમકાલીન હતો.
Jain Education International
(૪) તે સમયે ગુજરાતનો દરિયાઈ વ્યાપાર ઉન્નતિ ઉપર હતો. ભારતીય જહાજો દરિયા પારના દેશોમાં આવનજાવન કરતાં હતાં.
૧. પરિચય માટે જુઓ પૃ. ૨૨૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org