________________
ઐતિહાસિક સાહિત્ય
૪૧૫
રાજાને તે સમયે કાવ્યનો શોખ હતો. નયચન્દ્ર ત્યારે ૫૦ વર્ષના હશે. આ બધા ઉપરથી અનુમાન થાય છે કે ઉક્ત કાવ્યની રચના સં. ૧૪૪૦ આસપાસ, સંભવત: સં. ૧૪૫૦ પહેલાં થઈ છે. કુમારપાલચરિત
આ પંદરમી સદીનું કુમારપાલ ઉપર બીજું કાવ્ય છે.'
તેમાં ૧૦ સર્ગ અને કુલ મળીને ૨૦૩૨ શ્લોક છે. તેનો ઐતિહાસિક અંશ અત્યલ્પ છે, તેમ છતાં તેમાંથી કુમારપાલ તથા તેમના પૂર્વજોના વિશે કેટલીક માહિતી અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી તેને ઐતિહાસિક કાવ્ય કહે છે. આ કાવ્યમાંથી નીચે જણાવેલી ઐતિહાસિક વાતો જ્ઞાત થાય છે :
(૧) ભીમદેવ મૂલરાજનો પ્રતાપી વંશજ હતો. તેમની બે પત્નીઓથી બે પુત્રો કર્ણરાજ અને ક્ષેમરાજ થયા હતા. (પ્રથમ સર્ગ)
(૨) કર્ણરાજ પોતાના પુત્ર જયસિહદેવને રાજ્ય આપી આશાપલ્લી જતો રહ્યો. તે તત્કાલીન માવલનરેશને દંડિત કરવા માંગતો હતો પરંતુ તેનો શીઘ દેહાન્ત થઈ ગયો. જયસિંહે પોતાના પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી પરંતુ તેણે માલવરાજને પુનઃ પ્રતિષ્ઠિત કર્યો. તેણે કર્ણાટ, લાટ, મગધ, કલિંગ, બંગ, કાશ્મીર, કીર, મર, સિધુ આદિ દેશોને જીતીને પોતાના રાજયનો વિસ્તાર કર્યો. (બીજો સર્ગ)
(૩) ક્ષેમરાજના પુત્ર ત્રિભુવનપાલને ત્રણ પુત્રો હતા- કુમારપાલ, મહીપાલ, કીર્તિપાલ. જયસિંહે કુમારપાલના પિતાનો વધ કરાવ્યો અને પરિણામે કુમારપાલને પણ જન્મભૂમિ છોડી દેશાન્તરોમાં ભટકવું પડ્યું. (બીજો સર્ગ)
() જયસિહ પછી કુમારપાલ સિંહાસન ઉપર બેઠા. તેમણે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવ્યો હતો. તેમના મંત્રીપુત્ર અંબડે કોંકણરાજ મલ્લિકાર્જુનનો પ્રાણાન્ત કરી ઘણું ધન પ્રાપ્ત કર્યું. ગજનીના બાદશાહે કુમારપાલ ઉપર આક્રમણ કર્યું પરંતુ હેમચન્દ્ર તેને મંત્રબલથી બાંધી દીધો. ડાહલનરેશ કણે પણ કુમારપાલ ઉપર ચડાઈ કરવાની યોજના કરી હતી પરંતુ તેમ કરતાં પહેલાં જ તે મરણ પામ્યો. (૩, ૬, ૧૦ સર્ગ)
(૫) ચાલુક્યોની કુળદેવી કંટેશ્વરી હતી. (૬) હેમચન્દ્ર કુમારપાલને જૈનધર્મમાં દીક્ષિત કર્યો હતો. (પાંચમો સર્ગ)
૧. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સં. ૧૯૭૩; જિનરત્નકોશ, પૃ. ૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org