________________
૪૧૪
જેને કાવ્યસાહિત્ય
કવિ પરિચય અને રચનાકાળ – આ કાવ્યના અંતે પ્રશસ્તિમાં કવિએ પોતાનો પરિચય આપ્યો છે. તે મુજબ આ કાવ્યના કર્તા મહાકવિ નયચન્દ્રસૂરિ છે.' તે કુમારપાલભૂપાલચરિત્રના કર્તા કૃષ્ણગચ્છીય જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચન્દ્રસૂરિના શિષ્ય હતા. પ્રશસ્તિમાં કવિએ આ કાવ્યની રચના માટે બે પ્રેરણાસ્ત્રોનો ઉલ્લેખ કર્યો છે. પહેલું એ કે હમ્મીરના દિવંગત આત્માએ નયચન્દ્રસૂરિને સ્વપ્રમાં આવીને હમ્મીરચરિતનું સર્જન કરવાનો આદેશ આપ્યો. બીજું એ કે ગ્વાલિયરના તત્કાલીન શાસક વીરમદેવ તોમર(ઈ.સ. ૧૪૪૦-૧૪૭૪)ની એ ઉક્તિ કે પ્રાચીન કવિઓનાં કાવ્યો જેવી મનોહર કાવ્યની રચના અત્યારે કોણ કરી શકે છે ? આ પડકારના ફળરૂપે નયચન્દ્રસૂરિને સરસ કાવ્યનું સર્જન કરવાની પ્રેરણા મળી.
આ કાવ્યની રચના ક્યારે થઈ એનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. શ્રી અગરચંદ નાહટાને કોટાના જૈન ભંડારમાંથી આ કાવ્યની પ્રાચીનતમ હસ્તપ્રત વિ.સં.૧૪૮૬ની મળી છે, તેથી કાવ્યની રચના તેના પહેલાં તો અવશ્ય થઈ ચૂકી હતી. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસના લેખક શ્રી મો. દ. દેસાઈએ આ કાવ્યનો રચનાકાળ લગભગ સં. ૧૪૪૦ માન્યો છે. તેની પુષ્ટિ ઈતિહાસન્ન વિદ્વાન ડૉ. દશરથ શર્માએ પણ કરી છે. તેમનું કહેવું છે “હમ્મીરમહાકાવ્યમાં સમય આપ્યો નથી પરંતુ અનુમાન દ્વારા કંઈક જ્ઞાન આપણે મેળવી શકીએ છીએ. નયચન્દ્રસૂરિએ પોતાના દાદાગુરુ જયસિંહસૂરિના “કુમારપાલભૂપાલચરિત’ની ટીકા સં. ૧૪૨૨માં લખી હતી. જયસિંહસૂરિએ પ્રસન્ન થઈને નયચન્દ્રસૂરિને “વધાનસાવધાન: પ્રમાનિ: વિત્વનિષ્પતિઃ' વિશેષણોથી અભિહિત કર્યા હતા. આ વિશેષણોને ધ્યાનમાં લેતાં તેમની આયુ તે વખતે ૩૦ વર્ષની રહી હશે. “હમ્મીરમહાકાવ્યની રચના વખતે કવિ લબ્ધપ્રતિષ્ઠ બની ગયા હતા. તેથી સં. ૧૪૨૨ પછી થોડા સમય બાદ અર્થાત સં. ૧૪૪૦ લગભગ આ કાવ્યનો રચનાકાલ માનવો ઉચિત લાગે છે. જેમના રાજયકાળમાં આ કાવ્ય રચાયું હતું તે તોમરનરેશ વીરમદેવનો સમય જયપુર ભંડારના એક ગ્રન્થથી જાણવા મળે છે, તે મુજબ તેમણે સં. ૧૪૭૯ સુધી રાજ્ય કર્યું હતું. જો લગભગ જે સમયે ઉક્ત કાવ્યની રચના કરવામાં આવી હતી તે સં. ૧૪૪૦ને ઉક્ત રાજાનું પ્રથમ રાજયવર્ષ માનવામાં આવે તો ઉક્ત રાજાનો રાજયકાલ લગભગ ૪૦ વર્ષ બંધ બેસે છે, અને આ સંભવ છે. સંભવતઃ નયચન્દ્રસૂરિ વીરમના દરબારમાં તેના રાજયના પ્રારંભમાં જ પહોંચ્યા હતા. નવા
૧. સર્ગ ૧૪, શ્લોક ૨૬ અને ૪૩. ૨. નાગરી પ્રચારિણી પત્રિકા, વર્ષ ૬૪, સં. ૨૦૧૬, પૃ. ૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org