________________
૪૧૬
જૈન કાવ્યસાહિત્ય
(૭) હેમચન્દ્ર અને કુમારપાલ તથા જૈનમંત્રી વાલ્મટ, આમૃભટ વગેરે દ્વારા જૈનધર્મની પ્રભાવનાવિષયક ચર્ચાઓ જયસિંહસૂરિના કુમારપાલભૂપાલચરિત્રના સમાન જ છે.
આ કાવ્યને મહાકાવ્યોચિત અન્ય લક્ષણોથી શણગાર્યું છે. તેમાં વીરરસ પ્રધાન છે છતાં કરુણ, રૌદ્ર, બીભત્સ તથા અદ્ભુત રસોને પણ યથોચિત સ્થાન મળ્યું છે. અલંકારોમાં શબ્દાલંકારોને અધિક અપનાવાયા છે. અર્થાલંકારોનો પણ પ્રયોગ ભાષાભિવ્યક્તિમાં સહાયકના રૂપમાં કરવામાં આવ્યો છે, કૃત્રિમ કે બલાતુ નહિ. કાવ્યના અધિકાંશ સમાં અને વર્ગોમાં કવિએ અનેક વૃત્તોનો પ્રયોગ કર્યો છે. જ્યાંત્યાં છન્દપરિવર્તન દ્વતગતિથી થયું છે પરંતુ ઐતિહાસિક કાવ્યમાં આ કવિકૌશલનો અપવ્યય છે. કુલ મળીને ૨૪ છન્દોનો પ્રયોગ થયો છે.
કવિ પરિચય અને રચનાકાલ – આ કાવ્યના ર્તા ચારિત્રસુન્દરગણિ છે. તેમનું અપરના ચારિત્રભૂષણ પણ છે. તેમના ગુરુનું નામ ભટ્ટારક રત્નસિંહસૂરિ છે, તે સત્તપોગચ્છના આચાર્ય હતા. તેમની ગુરુપરંપરા આ પ્રકારે છે : વિજયેન્દુસૂરિ, ક્ષેમકીર્તિ, રત્નાકરસૂરિ, અભયનન્દિ, જયકીર્તિ, રત્નનદિ યા રત્નસિંહ. પ્રસ્તુત કાવ્યની રચના સં. ૧૪૮૭માં કરવામાં આવી છે. તેની રચનામાં પ્રેરક શુભચન્દ્રગણિ હતા. ચારિત્રાસુન્દરમણિની અન્ય રચનાઓમાં શીલદૂત (વિ.સં. ૧૪૮૭), મહીપાલચરિત તથા આચારોપદેશ ઉપલબ્ધ છે. વસ્તુપાલચરિત
પંદરમી સદીમાં કુમારપાલચરિતની જેમ વસ્તુપાલના ચરિત્ર ઉપર પ્રસ્તુત કાવ્ય એક બૃહદ્ રચના છે. તેમાં આઠ પ્રસ્તાવ છે અને તેનો ગ્રન્થાગ્ર ૪૮૩૯ શ્લોકપ્રમાણ છે.'
આ કૃતિમાં વસ્તુપાલનું જીવનવૃત્ત વિસ્તારથી આપવામાં આવ્યું છે. તેથી તે સૂક્ષ્મ અધ્યયન યોગ્ય છે કારણ કે ચરિત્રનાયકના મરણના ૨૦૦ વર્ષ પછી રચાઈ હોવા છતાં તેના જીવનનાં કેટલાંય તથ્યો તેમાંથી મળે છે જેમને કોઈ પણ સમકાલિક લેખકે આપ્યાં નથી. ચરિત્રકારે વસ્તુપાલનાં જીવન અને કાર્યો સાથે
૧. જિનરત્નકોશ, પૃ. ૩૪૫; હીરાલાલ હંસરાજ, જામનગર; તેનો ગુજરાતી અનુવાદ
જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગરથી સં. ૧૯૭૪માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org