________________
ઐતિહાસિક સાહિત્ય
૪ ૨૭.
તે તેમનું ઘણું સમ્માન કરતો હતો. તે તેમની કેટલીય ચમત્કારી વાતોથી પ્રભાવિત હતો. બાદશાહે તેમને કેટલાંય ફરમાનો આપ્યાં જેનાથી તેમણે હસ્તિનાપુર, મથુરા વગેરે તીર્થોની સસંઘ યાત્રાઓ કરી અને ધર્મોત્સવો કર્યા અને રાજસભામાં તેમણે વાદવિવાદો પણ કર્યા. તેમના શિષ્ય જિનદેવસૂરિ ઘણા વખત સુધી સુલતાનની સાથે રહ્યા અને સમ્માનિત થયા. તેમના કહેવાથી સુલતાને કન્નાન નગરની મહાવીરપ્રતિમાને દિલ્હીમાં સ્થાપિત કરાવી. આ પ્રતિમા કેટલાય દિવસ તુગલકાબાદના શાહી ખજાનામાં પણ રહી. એક પ્રોષધશાલા પણ તે સમયે સુલતાનની આજ્ઞા અને સહાયતાથી દિલ્હીમાં બની. સુલતાનની માતા મખમેજહાં બેગમ પણ જૈન ગુરુઓનો આદર કરતી હતી. - આ રીતે પોતાના આ ગ્રન્થમાં જ્યાંત્યાં જિનપ્રભસૂરિએ કેટલીય ઐતિહાસિક ઘટનાઓની ઉપયોગી માહિતી આપી છે. વિ.સં.૮૪૫માં મ્લેચ્છ રાજા (અરબ શાસકો દ્વારા વલભીના નાશનો ઉલ્લેખ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. સં. ૧૦૮૧માં મહમૂદ ગજનવીએ ગુજરાત પર કરેલા આક્રમણનો ઉલ્લેખ સમગ્ર સાહિત્યમાં એકમાત્ર આ ગ્રંથમાં મળે છે. તેવી જ રીતે અન્ય અનેક વિશ્વસનીય ઐતિહાસિક વાતો તેમાં મળે છે. પ્રબન્ધકોશ
આ ૨૪ પ્રબન્ધોનો સંગ્રહગ્રન્થ છે. તેથી તેનું બીજું નામ ચતુર્વિશતિપ્રબન્ધ પણ છે. તેમાં ૧૦ જૈન આચાર્યો, ૪ કવિઓ અને ૭ રાજાઓ તથા ૩ રાજમાન્ય પુરુષોનાં ચરિતો છે.
૧૦ આચાર્યોમાં ભદ્રબાહુથી હેમચન્દ્ર સુધી અને ૪ કવિ પંડિતોમાં હર્ષ, હરિહર, અમરચન્દ્ર અને મદનકીર્તિ બધા ઐતિહાસિક પુરુષો છે. ૭ રાજાઓમાં સાતવાહન, વંકચૂલ, વિક્રમાદિત્ય, નાગાર્જુન, વત્સરાજ ઉદયન, લક્ષ્મણસેન અને મદનવર્માનાં ચરિતો ગ્રથિત છે. તેમાંથી છેલ્લા બે – લક્ષ્મણસેન અને મદનવર્માનો સમય મધ્યકાલનો ઉત્તર ભાગ છે અને ઈતિહાસગ્રન્થોમાં તેમના વિશે ઘણું લખાયું છે. વત્સરાજ ઉદયન જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ સ્રોતોથી સુજ્ઞાત છે. મહાકવિ ભાસ
૧. કન્યાનનીયમહાવીરપ્રતિમાકલ્પ ૨. સત્યપુરતીર્થકલ્પ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૬૪; સિંઘી જૈન ગ્રન્થમાલા, ક્રમાંક ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org