________________
૪૩૦
જેન કાવ્યસાહિત્ય
તેઓ ઉલ્લેખ કરતા હતા. આ ઉદ્ધરણો આપણને વિભિન્ન આચાર્યોના સાપેક્ષિક યુગનો નિશ્ચય કરવામાં કે વિસ્તૃત પણ નિશ્ચિત સમયાવધિ સુધી પહોંચવામાં સમર્થ બનાવે છે.
આ ઉપરાંત જૈન વિદ્વાનોએ લાક્ષણિક સાહિત્યની વિવિધ શાખાઓમાં કેટલાય ગ્રન્થો લખ્યા છે. તે ગ્રન્થો આપણને ભારતીય રાજનૈતિક ઈતિહાસની કેટલીય મહત્ત્વની માહિતી આપે છે. ઉદાહરણ તરીકે ચૌલુક્ય સિદ્ધરાજ જયસિંહના સમયમાં વર્ધમાનસૂરિએ રચેયાલ “ગણરત્નમહોદધિ' નામના વ્યાકરણ ગ્રન્થમાં ધારાનરેશ ભોજની ઉપાધિ અને ધર્મનો ઉલ્લેખ છે તથા સિદ્ધરાજ વિશે કેટલાય ઉલ્લેખો છે. હેમચન્દ્રકૃત શબ્દાનુશાસનમાં સિદ્ધરાજની માલવા સાથે વર્ષો સુધી ચાલેલી લડાઈનો ઉલ્લેખ છે.
મલયસૂરિકૃત અન્ય સંસ્કૃત વ્યાકરણ ગ્રન્થમાં અર્ણોરાજ ઉપર કુમારપાલના વિજયનો ઉલ્લેખ છે.
તેવી જ રીતે નેમિકુમારના પુત્ર વાલ્મટ કવિએ રચેલા કાવ્યાનુશાસનમાં અને સોમના પુત્ર બાહડ (વાલ્મટ)ના વાટાલંકારમાં અને હેમચન્દ્રાચાર્યના છંદોનુશાસનમાં સિદ્ધરાજની પ્રશંસા કરતાં કેટલાંય પદ્યો છે.
સોળમી સદીના પ્રારંભમાં રત્નમંદિર ગણિકૃત ઉપદેશતરંગિણીમાં ગુજરાતના ઈતિહાસ સાથે સંબંધ ધરાવતી અનેક વાતો છે. આ જ સમયના ઉપદેશસપ્તતિ ગ્રન્થમાં ભીમદેવ પ્રથમના સાંધિવિગ્રહિક ડામરનાગરની કથા તથા બીજી ઐતિહાસિક વાતો આપવામાં આવી છે. આચારોપદેશ અને શ્રાદ્ધવિધિમાં કુમારપાલ, વસ્તુપાલ, તેજપાલ વગેરે સંબંધી કેટલીય વાતોનો ઉલ્લેખ છે. સત્તરમી સદીના ધર્મસાગર ઉપાધ્યાયના ગ્રન્થ “પ્રવચનપરીક્ષામાં ચાવડાઓ, ચૌલુક્યો અને બધેલોની (વાઘેલાઓની) વંશાવલીઓ આપી છે.
પુરાણકથાસાહિત્યના ગ્રન્થોમાં વિખરાયેલી સામગ્રીની તરફ અમે તે તે ગ્રન્થનો પરિચય આપતી વખતે જ ધ્યાન ખેંચ્યું છે. તુગલક વંશના જૈન સ્રોતો
આ વંશનું રાજ્ય સન્ ૧૩૨ ૧થી ૧૪૧૪ સુધી ટક્યું. આ વંશમાં પ્રસિદ્ધ ત્રણ સુલતાન થયા : (૧) ગયાસુદીન તુગલક (ઈ.સ.૧૩૨૧-૧૩૨૫), (૨) મુહમ્મદ બિન તુગલક (ઈ.સ.૧૩૨૫-૫૧) અને (૩) ફિરોજશાહ તુગલક (ઈ.સ.૧૩૫૧-૧૩૮૮). આ સુલતાનોના રાજ્યમાં અને પ્રાન્તીય શાસકોના રાજ્યમાં જૈનધર્મ, જૈનાચાર્યોનાં કાર્યો, જૈન સાહિત્ય, મંદિર, તીર્થ વગેરેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org