________________
ઐતિહાસિક સાહિત્ય
પ્રભાવકચરિત
આ કૃતિનો પરિચય પહેલાં આપી દીધો છે. તેમાં વર્ણવવામાં આવેલા ૨૨ આચાર્યોમાં વીરસૂરિ, શાન્તિસૂરિ, મહેન્ત્ર, સૂરાચાર્ય, અભયદેવાચાર્ય, વીરદેવગણ, દેવસૂરિ અને હેમચન્દ્રસૂરિ આ આઠ ગુજરાતના ચૌલુક્યોના સમયમાં અણહિલપાટણમાં વિદ્યમાન હતા અને કેટલાય ગુજરાતના રાજાઓના પરિચયમાં આવ્યા હતા અને કેટલાયે ગુજરાતના ઉત્કર્ષ માટે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ આચાર્યોના કેટલાક કાર્યકલાપોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ દેવા માટે ઘણા રાજાઓની પ્રસંગકથાઓ આપવામાં આવી છે. તે રાજાઓમાં મુખ્ય છે : ભોજ, ભીમ પહેલો, સિદ્ધરાજ અને કુમારપાલ. ભોજ અને ભીમની પ્રસંગકથાઓમાં તો કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ હેમચન્દ્રાચાર્યનું ચરિત સિદ્ધરાજ અને કુમારપાલનાં રાજ્યોનાં વિવરણ વિના સંભવતું નથી. તેથી ઐતિહાસિક દૃષ્ટિએ આ કૃતિનું ‘હેમચન્દ્રસૂરિચરિત' બહુ મહત્ત્વનું છે.
આમ તો આ કૃતિમાં ગુજરાતથી લઈને બંગાળ સુધી પૂરા ઉત્તર ભારતનું પર્યવેક્ષણ રજૂ કરવામાં આવ્યું છે. તેથી તે વિવિધ માહિતીની ખાણ છે. તેમ છતાં આ માહિતીનો ઉપયોગ ઈતિહાસમાં ભારે શોધ અને પરીક્ષાંપૂર્વક કરવો જોઈએ. જો તેના કર્તા મૌલિક કૃતિઓ ઉપર જ નિર્ભર હોત, જેમકે તેમણે બહુ હદ સુધી તેમ કર્યું છે, તો ભારતીય ઈતિહાસના સાધનોમાં તેનું મૂલ્ય રાજતરંગિણીથી ઓછું ન હોત પરંતુ તેનાથી અધિક હોત કારણ કે કલ્હણની કૃતિ કેવળ કાશ્મીર સંબંધી છે જ્યારે આ કૃતિ પૂરા ઉત્તર ભારત સંબંધી છે. પરંતુ દુર્ભાગ્યથી ઐતિહાસિક સામગ્રીમાં ઘણી કિંવદન્તીઓ અને વાર્તાઓનું મિશ્રણ કરી દેવામાં આવ્યું છે, તેથી તે માહિતીઓનો ખૂબ સાવધાનીથી ઉપયોગ કરવો જોઈએ.
ઉદાહરણ તરીકે ‘બપ્પભટ્ટસૂરિચરિત'ને જ લો. તેમાં નીચે જણાવેલ રાજનૈતિક ઈતિહાસની સામગ્રી મળે છે :
૪૨૧
(૧) આમ નાગાવલોક કનોજના રાજા હતા. તે ગૌડરાજા ધર્મપાલનો પ્રતિદ્વન્દ્વી અને ભોજનો (મિહિરનો) પિતામહ હતો. તેનું મરણ વિ.સં.૮૯૦માં થયું હતું. તે બપ્પભટ્ટિસૂરિનો મિત્ર અને શિષ્ય હતો. તેને આપણે ગૂર્જરપ્રતિહારવંશી ‘નાગભટ દ્વિતીય' માની શકીએ.
૧. જુઓ પૃ. ૨૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org