________________
૪૧૮
જૈન કાવ્યસાહિત્ય
(૫) વીસલદેવના દરબારમાં સોમેશ્વર વગેરે કવિઓ હતા. સુકૃતસાગર યા પેથડચરિત
આનો પરિચય પહેલાં આપી દીધો છે. પેથડ શેઠ માલવાના પરમાર રાજા જયસિંહ દ્વિતીય દ્વારા રાજચિહ્નથી સમ્માનિત થયા હતા. તેમનું સમ્માન દેવગિરિ અને ગુજરાતના તત્કાલીન દરબારોમાં પણ હતું. દેવગિરિના રાજાએ તેમને મંદિરનું નિર્માણ કરવા માટે ઘણી ભૂમિ દાનમાં આપી હતી. તેમના પુત્ર ઝાંઝણે ગુજરાતના રાજા સારંગદેવ (ઈ.સ. ૧૨૭૪-૯૬) સાથે ભોજન લીધું હતું. પેથડના પિતાએ ૪૫ જૈન આગમોની અનેક હસ્તપ્રતો ભરૂચ, દેવગિરિ આદિના સરસ્વતીભંડારોને ભેટ આપી હતી. પ્રબન્ધસાહિત્ય
ચરિત અને કથાસાહિત્ય સાથે સમ્બદ્ધ ગુજરાત અને માલવાના ક્ષેત્રમાં જૈન પ્રતિભાએ એક વિશિષ્ટ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું, તે “પ્રબન્ધ સાહિત્યના નામથી પ્રસિદ્ધ થયું. તે પ્રબન્ધકાવ્યોથી ભિન્ન છે. પ્રબન્ધ એક પ્રકારનું ઐતિહાસિક કે અધઐતિહાસિક કથાનક છે જે સરળ સંસ્કૃત ગદ્યમાં અને ક્યારેક પદ્યમાં પણ રચાયું છે. પ્રબન્ધચિન્તામણિ, પ્રબન્ધકોષ, ભોજપ્રબન્ધ, વિવિધતીર્થકલ્પ, પ્રભાવકચરિત, પુરાતનપ્રબન્ધસંગ્રહ વગેરે ગ્રન્થ આ સાહિત્યનાં ઉદાહરણો છે. પ્રબન્ધકોશના કર્તા રાજશેખરસૂરિએ પ્રબન્ધ અને ચરિતનું અંતર દર્શાવતાં લખ્યું છે કે : “શ્રીકૃષમવર્ધમાનપર્યન્તનનાનાં રવીનાં રણાં ઋષી વાર્યક્ષતાન્તાનાં वृत्तानि चरितानि उच्यन्ते । तत्पश्चात्कालभाविनां तु नराणां वृत्तानि प्रबन्धा इति ।' પરંતુ તેમના આ કથનનો કોઈ પ્રાચીન આધાર નથી અને આ ભેદનું સાહિત્યકારોએ પાલન પણ નથી કર્યું. ઉદાહરણ તરીકે, કુમારપાલ, વસ્તુપાલ, જગ વગેરેનાં ચરિતોને ચરિતો કહેવામાં આવ્યાં છે અને પ્રબન્ધ પણ, જેમકે જિનમંડનગણિની રચના કુમારપાલપ્રબન્ધ અને જયસિંહસૂરિની રચના કુમારપાલભૂપાલચરિત યા અન્ય ગ્રન્થ જાવડચરિત્ર અને જાવડપ્રબન્ધ વગેરે. પ્રબન્ધોના વિષયને જોતાં આપણે કહી શકીએ કે તે એવા પ્રકારના નિબંધો છે જે શાસક, વિદ્વાન, સાધુ, ગૃહસ્થ અને તીર્થ તથા કોઈ ઘટના સંબંધી ઐતિહાસિક જાણકારીને આધારે રચાયા છે. જર્મન વિદ્વાન બુહલરના શબ્દોમાં પ્રબો રચવાનું પ્રયોજન હતું ધર્મશ્રવણ માટે
૧. પરિચય માટે જુઓ પૃ. ૨૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org