________________
ઐતિહાસિક સાહિત્ય
૪૧૩
સાથે ઘટનાઓના કાર્યકારણસંબંધને દર્શાવીને કવિએ ઈતિહાસકારોનાં હૃદયમાં ઊંચા સમ્માનનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
મહાકાવ્યીય તત્ત્વોની દૃષ્ટિએ જોવા જઈએ તો આ એક ઉદાત્ત કાવ્ય છે. તેમાં નાયક અને પ્રતિનાયક અર્થાત્ હમ્મીર અને અલ્લાઉદ્દીન તથા અન્ય સહાયક અને પ્રતિપક્ષી પાત્રોનું સારું ચરિત્રચિત્રણ કરવામાં આવ્યું છે, તેવી જ રીતે પ્રકૃતિનું પણ વ્યાપક ચિત્રણ થયું છે. પાંચમાથી નવમા સર્ગ સુધી તથા તેરમા સર્ગમાં પ્રકૃતિનું ચિત્રણ જ કવિનું લક્ષ્ય છે. સૌન્દર્યવર્ણનમાં કવિએ પુરુષપાત્રોમાં હમ્મીર અને સ્ત્રીપાત્રોમાં હમ્મીરની માતા હીરાદેવી તથા નર્તકી ધારાદેવીનું સૌન્દર્યવર્ણન કર્યું છે. સમાજચિત્રણની પણ જ્યાંત્યાં ઝલક આપવામાં આવી છે, જેમકે સામાન્ય જનતા તથા રાજામહારાજાઓમાં મુહૂર્ત અને શુભલગ્નોના પ્રતિ અપૂર્વ વિશ્વાસ, હિન્દુ રાજાઓમાં યજ્ઞની પરંપરા, રાજનીતિમાં છળકપટ આદિ.
કવિએ આ કાવ્યમાં ધાર્મિક ભાવના નહિવતુ વ્યક્ત કરી છે. કેવળ મંગલાચરણમાં જિનદેવતા અને બ્રાહ્મણદેવતા બન્નેને નમસ્કાર કર્યા છે તથા બીજે સ્થાને હમ્મીર દ્વારા મારિનિવારણ અને સપ્તવ્યસનવર્જનની ઘોષણા કરવામાં આવી
રસયોજનાની દષ્ટિએ આ પોતાના યુગનું શ્રેષ્ઠ કાવ્ય છે. તેમાં શુંગાર અને વીર રસને પ્રમુખ સ્થાન અપાયું છે. કવિએ પોતે જ આ કાવ્યને શૃંગારવીરાભુત કાવ્ય કહ્યું છે. તેવી જ રીતે રૌદ્ર, કરુણ અને વાત્સલ્ય રસોની અભિવ્યક્તિ પણ યથાસ્થાન થઈ છે. આ કાવ્યની ભાષામાં ગરિમા અને પ્રૌઢતા છે. કાવ્યલેખક નયચન્દ્રસૂરિની ભાષા તેના પદલાલિત્યને માટે પંડિતોમાં પ્રસિદ્ધ રહી છે. તેમની ભાષામાં માધુર્ય, ઓજ અને પ્રસાદ ત્રણે ગુણોને યથાસ્થાન દર્શાવ્યા છે. કવિએ ભાષામાં સૂક્તિઓ અને સુભાષિતોનો યશાસ્થાન પ્રયોગ કરી મોહકતા પેદા કરી છે. વિવિધ અલંકારોની યોજના કરી કવિએ કાવ્યસૌન્દર્યની વૃદ્ધિ કરી છે. શબ્દાલંકારોમાં યમક અને અનુપ્રાસનો પ્રયોગ જ્યાંત્યાં કરવામાં આવ્યો છે, તે સ્વાભાવિકતાથી યુક્ત પણ છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉન્મેલા અને રૂપક અલંકારોની યોજના અધિક થઈ છે. નયચન્દ્રસૂરિની ઉપમાઓ તો નાવીન્યપૂર્ણ છે. અન્ય અલંકારોનો પણ ઉપયોગ યથાસ્થાન થયો છે. છંદોના પ્રયોગમાં કવિએ મહાકાવ્યના છંદોવિધાન સંબંધી નિયમોનું પ્રાયઃ પાલન કર્યું છે. કાવ્યમાં સર્વાન્ત નાના છંદોનો પ્રયોગ થયો છે. દશમા સર્ગમાં વિવિધ છંદોની યોજના કરવામાં આવી છે. આ કાવ્યમાં કુલ મળીને ૨૬ છંદોનો પ્રયોગ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org