________________
ઐતિહાસિક સાહિત્ય
૪૧ ૧
આ કાવ્યના કર્તા જયસિંહસૂરિના પ્રશિષ્ય એક બીજું ઐતિહાસિક કાવ્ય રચ્યું છે, તે ચૌહાણવંશ વિશે છે. તેનો પરિચય નીચે પ્રમાણે છે : હમ્મીરમહાકાવ્ય
આ કાવ્યમાં રણથંભોરના ચૌહાણવંશી અન્તિમ નરેશ હમ્મીર અને દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન વચ્ચે થયેલા ઐતિહાસિક યુદ્ધનું વર્ણન છે. તેમાં ૧૪ સર્ગ છે અને કુલ મળીને ૧૫૬૪ શ્લોકો છે. ઐતિહાસિક શૈલીના મહાકાવ્યોમાં આ એક મહત્ત્વપૂર્ણ કૃતિ છે.
આ કાવ્યનું કથાનક સર્ગક્રમમાં આ પ્રમાણે છે : પ્રથમ સર્ગમાં ચાહમાન કુલની ઉત્પત્તિ તથા વાસુદેવથી સિંહરાજ સુધી હમ્મીરના પૂર્વજોનું વર્ણન છે. બીજા અને ત્રીજા સર્ગમાં પૃથ્વીરાજ ચાહમાન અને સહાબદીન વચ્ચે સાત વાર યુદ્ધ અને છેવટે પૃથ્વીરાજનો પરાજય અને બંદીગૃહમાં મૃત્યુ થવાનું વર્ણન છે. ચોથા સર્ગમાં હમ્મીરના જન્મનું વર્ણન છે. હમ્મીર પૃથ્વીરાજના પૌત્ર ગોવિન્દરાજની શાખામાં તેના પૌત્ર જૈત્રસિંહ અને રાણી હીરાદેવીનો પુત્ર હતો. પાંચમા સર્ગમાં વસંતઋતુ આવતાં યુવક હમ્મીરના ઉદ્યાનગમનનું અને ઉદ્યાનમાં પૌરપૌરાંગનાઓની વનક્રીડાનું વર્ણન છે. છઠ્ઠા સર્ગમાં જૈત્રસાગરમાં તેમની જલક્રીડાનું વર્ણન છે. સાતમા સર્ગમાં સંધ્યા, ચન્દ્રોદય તથા રાત્રિવર્ણન છે. આઠમા સર્ગમાં જૈત્રસિહ હમ્મીરને રાજા બનાવે છે અને રાજનીતિ ઉપર અતિ મહત્ત્વનો ઉપદેશ આપે છે. થોડા સમય પછી તેમનું મૃત્યુ થઈ જાય છે. નવમા સર્ગમાં હમ્મીરના દિગ્વિજયનું વર્ણન છે. દિલ્હીના બાદશાહ અલ્લાઉદીનનો એક મુગલ સરદાર અલ્લાઉદ્દીનનું અપમાન કરી ભાગીને હમ્મીરના શરણમાં આવે છે. હમ્મીર તે સરદારને અલ્લાઉદીનને પાછો સોંપતો નથી તેથી અલ્લાઉદ્દીન પોતાના ભાઈ ઉલ્લખાનને હમ્મીર ઉપર આક્રમણ કરવા મોકલે છે. હમ્મીર તે સમયે કોટિયજ્ઞ કરી રહ્યો હતો તેથી ત્રિશુદ્ધિવ્રત લીધું હોવાને કારણે પોતે યુદ્ધક્ષેત્રમાં ન ગયો અને તેણે પોતાના સેનાપતિ ભીમસેન અને ધર્મસિંહને યુદ્ધ કરવા મોકલ્યા. ધર્મસિંહની મૂર્ખતાથી
૧. સંપાદક નીલકંઠ જનાર્દન કીર્તને, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૮૭૯; મુનિ જિનવિજય
દ્વારા સંપાદિત, રાજસ્થાન ગ્રન્થમાલામાં પ્રકાશિત, આમાં દશરથ શર્માની ભૂમિકા પઠનીય છે. વિશેષ માટે જુઓ ડૉ. શ્યામશંકર દીક્ષિતકૃત “તેરવી-ચૌદવી શતાબ્દી કે જૈન સંસ્કૃત મહાકાવ્ય', પૃ. ૧૬૩-૧૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org