________________
૪૧૨
ચૌહાણસેના હારે છે અને ભીમસિંહ મરાય છે. હમ્મીર ક્રોધે ભરાઈ ધર્મસિંહની બંને આંખો કઢાવી નાખે છે અને તેને દેશનિકાલ કરે છે તથા પોતાના જાતીય ભોજને દંડનાયક બનાવી દે છે. પરંતુ ધર્મસિંહ પોતાની કૂટનીતિથી ફરી પોતાનું પદ પ્રાપ્ત કરી લે છે અને હમ્મીરના કાન ભરી ભોજનું સર્વસ્વ છીનવી લઈ તેને ભગાડી મૂકે છે. ભોજ દિલ્હી જઈ અલ્લાઉદ્દીન સાથે મળી જાય છે. ભોજના સ્થાને હમ્મીર રતિપાલને નિયુક્ત કરે છે. દશમા સર્ગમાં ઉલ્લેખાનનું પરાજિત થવું, ભોજના પરિવારની દુર્દશાનું વર્ણન સાંભળી અલ્લાઉદ્દીનમાં ક્રોધની આગ ભભૂકી ઊઠવી અને હમ્મીરનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરવી, આ બધાનું વર્ણન છે. અગીઆરમા સર્ગમાં નિસુરત્તખાન અને ઉલ્લેખાનનું વિશાળ સેના સાથે આવવું અને નિસુરત્તખાનનું યુદ્ધમાં મરાવું દર્શાવાયું છે. બારમા સર્ગમાં અલ્લાઉદ્દીનનું સ્વયં રણસ્તંભપુર આવવું, તેની સેના અને હમ્મીર વચ્ચે બે દિવસ સુધી ભયંકર સંગ્રામ થવો, યુદ્ધમાં અલ્લાઉદીનની ઘણી બધી સેનાનું મરાવું વર્ણવાયું છે. તેરમા સર્ગમાં અલ્લાઉદ્દીને રતિપાલને લાંચ આપવી અને તેને પોતાને પક્ષે કરી લેવો, રતિપાલે અન્ય કર્મચારીઓને અલ્લાઉદીનના પક્ષે કરી લેવા, આ વિશ્વાસઘાતથી હમ્મીરને જયની આશા ન હોવી, પરિણામે અન્તઃપુરની સ્ત્રીઓનું જૌહરની આગમાં બળી મરવું અને યુદ્ધમાં પોતાની હાર નિશ્ચિત છે જાણી હમ્મીરે પોતે પોતાનો વધ કરવો, આ બધું વર્ણવાયું છે. ચૌદમા સર્ગમાં હમ્મીરના ગુણોની સ્તુતિ અને ભોજ, રતિપાલ વગેરેની નિન્દા છે. અન્ને ગ્રન્થકર્તાની પ્રશસ્તિ સાથે કાવ્ય સમાપ્ત થાય છે.
જૈન કાવ્યસાહિત્ય
હમ્મીરમહાકાવ્યની કથાવસ્તુના ઉપર્યુક્ત વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે આ કાવ્યના પ્રથમ ચાર સર્ગોમાં ઈતિવૃત્તાત્મકતા અધિક છે. આ સર્ગો ચૌહાણવંશના ઈતિહાસનું કામ કરે છે. પછીના ચાર (૫-૮) સર્ગોમાં કવિએ મહાકાવ્યની શૈલીનું અનુસરણ કર્યું છે. વળી પાછી ઈતિહાસની વાત નવમા સર્ગથી આગળ વધીને તેરમા સર્ગમાં સમાપ્ત થઈ જાય છે. ચૌદમો સર્ગ પ્રશસ્તિરૂપે છે. વસ્તુતઃ હમ્મીરમહાકાવ્ય એક દુઃખાન્ત મહાકાવ્ય છે, તેનો અંત નાયકના પરાજય અને મરણ સાથે થાય છે. કાવ્યમાં આ ઐતિહાસિક તથ્યની ઉપેક્ષા કરવામાં નથી આવી. તેમ છતાં તેના પઠનથી પાઠકોના મનમાં નિરાશાની ભાવનાનો સંચાર થતો નથી. તેનું મસ્તક શરણાગતના પ્રતિપાલન માટે અને જાતિગૌરવની રક્ષા માટે કરવામાં આવેલી કુરબાનીથી ગૌરવથી ઊંચું ઊઠે છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ કૃતિ સુસ્પષ્ટ, સુગઠિત છે અને અલૌકિક તત્ત્વોથી રહિત છે. રણથંભોર શાખાના ચૌહાણોના ઈતિહાસવર્ણનમાં સાલ, માસ, પક્ષ, તિથિ, વાર, નક્ષત્ર આદિના વર્ણનની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org