________________
૪૧૦
જેન કાવ્યસાહિત્ય
કુમારપાલભૂપાલચરિત
આ કાવ્યમાંથી નિમ્નલિખિત ઐતિહાસિક તથ્યોની જાણકારી મળે છે. તેમાં મૂળરાજથી અજયપાલ સુધીના ગુજરાતના રાજાઓનું ક્રમિક વિવરણ આપવામાં આવ્યું છે. તેથી આ કાવ્યનો પ્રથમ સર્ગ બહુ મહત્ત્વનો છે. તેમાં મૂળરાજના જન્મનું એક એવું વર્ણન મળે છે જે બીજી જગ્યાએ મળતું નથી. આ વર્ણન અધિક હદ સુધી એક શિલાલેખથી પણ સમર્થિત છે. જયસિંહ સિદ્ધરાજને આ કાવ્યમાં શૈવધર્માનુયાયી તથા સંતાનરહિત રાજા કહેવામાં આવ્યો છે. તેણે કુમારપાલને ઉત્તરાધિકાર ન મળે તે માટે હેરાન પરેશાન કર્યો હતો.
કુમારપાળના વિશે લખ્યું છે કે પ્રારંભમાં તે શૈવધર્માનુયાયી હતો, પછી હેમચન્દ્રના પ્રભાવથી તે જૈન બની ગયો હતો. ઉદયન તેનો મહામાત્ય હતો અને વાભટ તેનો અમાત્ય. કુમારપાલે પોતાના સાળા કૃષ્ણદેવને આંધળો બનાવી દીધો હતો. તેણે જાબાલપુર, કરુ તથા માલવના રાજાઓને પોતાના પ્રભાવમાં લાવી દીધા હતા અને આમીર, સૌરાષ્ટ્ર, કચ્છ, પંચનદ અને મૂલસ્થાનના રાજાઓને પરાજિત કર્યા હતા. કુમારપાલે અજમેરના શાસક અરાજ સાથે સારો એવો સમય યુદ્ધ કર્યું હતું અને તેને હરાવ્યો હતો. તેણે મેડતા અને પલ્લીકોટના રાજાઓને જીત્યા હતા તથા કોંકણનરેશ મલ્લિકાર્જુનને હરાવ્યો હતો અને આ વિષયના ઉપલક્ષ્યમાં આદ્મભટને “રાજપિતામહ'નું બિરુદ આપ્યું હતું. કુમારપાલે સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સોમનાથની યાત્રામાં હેમચન્દ્રસૂરિ તેમની સાથે હતા. કુમારપાલે સૌરાષ્ટ્રના રાજા સમરસ સાથે યુદ્ધ કર્યું હતું, તે યુદ્ધમાં ઉદયનનું મૃત્યુ થયું હતું. - વામ્ભટે શત્રુંજય તીર્થનો બે વાર ઉદ્ધાર કર્યો હતો. હેમચંદ્રસૂરિએ ભૃગુકચ્છમાં આમ્રભટે નિર્માણ કરાવેલા મુનિસુવ્રતનાથ ચૈત્યમાં સં. ૧૨૧૧માં જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. કુમારપાલ સંઘપતિ બનીને તીર્થયાત્રા કરવા નીકળ્યો હતો. સં. ૧૨૨૯માં હેમચન્દ્રનું મૃત્યુ થયું હતું તથા તેના એક વર્ષ પછી સં. ૧૨૩૦માં કુમારપાલનું મૃત્યુ થયું હતું. કુમારપાલ પછી અજયપાલ રાજગાદી ઉપર આવ્યો હતો.
આ કાવ્યના અનેક ગુણો તથા કવિ પરિચય વિશે અમે લખી ગયા છીએ.
૧. જિનરત્નકોશ, પૃ. ૯૨; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૫; ગોડીજી જૈન ઉપાશ્રય,
મુંબઈ, ૧૯૨૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org