________________
૨૩૬
જેન કાવ્યસાહિત્ય
જિનસેનના હરિવંશની પ્રશસ્તિની જેમ જ આ કથાકોશની પ્રશસ્તિ પણ ઘણું ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. તેમાં લખ્યું છે કે આ કથાકોશ તે સમયે રચાયો હતો જયારે વર્ધમાનપુર વિનાયકપાલના રાજ્યમાં શામિલ હતું અને તે રાજય શક્ર કે ઈન્દ્રના જેટલું વિશાળ હતું. આ વિનાયકપાલ પ્રતિહારવંશનો રાજા હતો અને તેના સામ્રાજ્યની રાજધાની કનોજ હતી. તે મહેન્દ્રપાલનો પુત્ર હતો અને પોતાના ભાઈઓ મહીપાલ અને ભોજ (દ્વિતીય) પછી ગાદી પર આવ્યો હતો. ઉક્ત કથાકોશની રચનાના લગભગ એક વર્ષ પહેલાંનું આ રાજાનું એક દાનપત્ર મળ્યું છે. આ કથાકોશ તત્કાલીન સંસ્કૃતિના અધ્યયનની દષ્ટિએ ઘણો ઉપયોગી છે.
ચાર આરાધનાઓના મહત્ત્વને દર્શાવનારા કેટલાક બીજા કથાકોશો રચાયા છે. તેમાં પ્રભાચન્દ્ર, સિંહનદિ, નેમિચન્દ્ર અને બ્રહ્મદેવના સંસ્કૃતમાં છે જ્યારે છત્રસેનનો પ્રાકૃતમાં છે. અહીં બે કથા કોશોનો પરિચય પ્રસ્તુત છે.
૧. કથાકોશ – આમાં ચાર આરાધનાઓનું ફળ પ્રાપ્ત કરનાર ધર્માત્મા પુરુષોની કથાઓ આપવામાં આવી છે. આ કથાકોશ સરળ સંસ્કૃત ગદ્યમાં રચાયો છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત-પ્રાકૃત ઉદ્ધરણો આપવામાં આવ્યાં છે. તેની બધી કથાઓ શિવાર્યની ભગવતીઆરાધનાથી સંબદ્ધ છે. આ કથાકોશ “આરાધના-સત્કથાપ્રબંધ' પણ કહેવાય છે. કૃતિ બે ભાગોમાં વિભક્ત છે પરંતુ વિષય અને શૈલી ઉપરથી જણાય છે કે તે બન્ને ભાગ એક જ કર્તાએ પોતાના જીવનના પૂર્વ અને ઉત્તર ભાગમાં લખ્યા હતા. પહેલા ભાગમાં ૯૦ કથાઓ છે અને બીજા ભાગમાં ૩૨. - કર્તા અને રચનાકાળ – આ કથાકોશની રચના પરમાર નરેશ ભોજના ઉત્તરાધિકારી જયસિંહદેવના રાજ્યકાળમાં પ્રભાચન્દ્ર ધારાનગરમાં કરી છે. પહેલા ભાગના અંતે પોતાને પંડિત પ્રભાચન્દ્ર અને બીજા ભાગના અંતે ભટ્ટારક પ્રભાચન્દ્ર કહે છે. તેમનો સમય વિ.સં.૧૦૩૭થી ૧૧૧૨ સુધીનો મનાય છે. તેમની અન્ય
૧. વિનાથifપાના રાજ્યે શોપમાન ૪૩ /
આ પદ્યની વિશેષ વ્યાખ્યા માટે જુઓ – ડૉ. ગુ. ચ. ચૌધરી, પોલિટિકલ હિસ્ટ્રી ઓફ
નોર્ધર્ન ઈંડિયા, પૃ. ૪૪; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૨૨૦-૨૩ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૨; વિશેષ પરિચય માટે જુઓ – ડૉ. ઉપાધ્ય દ્વારા લિખિત
બૃહત્કથાકોશની અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૬૦-૬૧ (સિંધી જૈન ગ્રન્થમાલા, ૧૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org