________________
૨૯૪
જૈન કાવ્યસાહિત્ય
શાખાના હેમતિલકના શિષ્ય હતા. તે સુલતાન ફિરોજશાહ તુગલકના સમકાલીન હતા. તેમનો જન્મ વિ.સં.૧૩૭૨માં થયો હતો અને ૧૩૮૪માં તેમણે દીક્ષા લીધી હતી અને ૧૪૦૦માં તેમને આચાર્યપદ મળ્યું હતું. તેમનું બિરુદ હતું મિથ્યાત્વકારનભોમણિ'. વિ.સં. ૧૪૦૭માં તેમણે ફિરોજશાહ તુગલકને ધર્મોપદેશ દીધો હતો. તેમની અન્ય રચનાઓ છે – ગુણસ્થાનક્રમારોહ, લઘુક્ષેત્રસમાસ, સંબોહસત્તરી, ગુરુગુણષત્રિશિકા, છન્દ કોશ વગેરે. આ રચનાઓ ઉપલબ્ધ છે.
સિરિવાલકહા ઉપર ખરતરગચ્છીય અમૃતધર્મના શિષ્ય ક્ષમા કલ્યાણે સં.૧૮૬૯માં ટીકા લખી છે.'
શ્રીપાલકથા – સંસ્કૃત ગદ્યમાં રચવામાં આવેલી આ અતિ સંક્ષિપ્ત કથા છે. ૨ તેના કર્તા ઉક્ત રત્નશેખરસૂરિના શિષ્ય હેમચન્દ્રસૂરિ જ છે. તેમાં પોતાના ગુરુની રચનાની ગાથાઓ અને ભાવોનો સંગ્રહ માત્ર છે. - શ્રીપાલચરિત – આમાં પ00 સંસ્કૃત શ્લોકોમાં કથા કહેવામાં આવી છે. તેના કર્તા પૂર્ણિમાગચ્છના ગુણસમુદ્રસૂરિના શિષ્ય સત્યરાજગણિ છે, તેમણે સં. ૧૫૧૪ યા ૧૫૫૪માં આની રચના કરી છે.
શ્રીપાલકથા યા ચરિત – આમાં ૫૦૦ શ્લોક છે. તેના કર્તા વૃદ્ધ તપાગચ્છના ઉદયસાગરગણિના શિષ્ય લબ્ધિસાગરગણિ છે. તેની રચના સં. ૧૫૫૭માં થઈ હતી.
અન્ય શ્રીપાલચરિતોમાં વૃદ્ધ તપાગચ્છના જ એક અન્ય વિદ્વાન વિજયરત્નસૂરિના શિષ્ય ધર્મવીરે સંસ્કૃતમાં શ્રીપાલચરિતની રચના કરી છે. તેની પ્રાચીન હસ્તપ્રતો સં. ૧૫૭૩, ૧૫૭૫ અને ૧૫૯૩ની મળે છે.
એક શ્રીપાલચરિત્રનું નિર્માણ સંસ્કૃત ગદ્યમાં તપાગચ્છીય નયવિમલના શિષ્ય જ્ઞાનવિમલસૂરિએ સં. ૧૭૪૫માં કર્યું હતું. આ ચરિત્ર વિજયપ્રભસૂરિના પટ્ટધર વિજય રત્નસૂરિના શાસનકાલમાં સમાપ્ત થયું હતું.'
૧. જિનરત્નકોશ, પૃ. ૩૬૯ ૨. નેમિવિજ્ઞાન પ્રસ્થમાલા (૨૨), કેશવલાલ પ્રેમચન્દ્ર કંસારા, ખંભાત, વિ.સં. ૨૦૦૮ ૩. જિનરત્નકોશ, પૃ. ૩૯૭; વિજયદાનસૂરીશ્વરપ્રસ્થમાલા (સં.૪), સૂરત, વિ.સં.૧૯૯૫ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૯૭ ૫. એજન; દેવચન્દ લાલભાઈ પુસ્તકોદ્ધાર (સં.પદ), મુંબઈ, ૧૯૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org