________________
૩૯૦
જેન કાવ્યસાહિત્ય
એટલું બધું લોકપ્રિય બની ગયું કે જૈનો ખુદ એ વાત ભૂલી ગયા કે મૂળે જૈન વિદ્વાને એને લખ્યું હતું. ૧
પ્રાચીન જૈન કથાગ્રન્થ વસુદેવપિંડી, બૃહત્કલ્પભાષ્ય, વ્યવહારભાષ્ય, આવશ્યકચૂર્ણિ, દશવૈકાલિકચૂર્ણિ વગેરેમાં પંચતંત્રની શૈલીમાં લખાયેલાં નીતિ અને લોકવ્યવહાર સંબંધી અનેક આખ્યાનો મળે છે. તેમાંથી કેટલાંય આખ્યાનોનું વિકસિત રૂપ પંચાખ્યાનમાં વિદ્યમાન જણાય છે. હર્ટલ મહોદયે સમીક્ષા કરતાં એ પણ કહ્યું છે કે પૂર્ણભદ્રસૂરિએ પોતાના પંચતંત્રમાં કેટલાક અજ્ઞાત સ્રોતોમાંથી કેટલીક નવી કથાઓ અને સૂક્તિઓ લઈ તેમને દાખલ કરેલ છે. આ કૃતિની ભાષાશાસ્ત્રીય વિશેષતાઓ ઉપર હર્ટલની માન્યતા છે કે અન્ય વાતોની સાથે સાથે ગ્રન્થકર્તાએ પોતાની રચનામાં પ્રાકૃત રચનાઓ અથવા કથાઓનો લૌકિક ભાષામાં ઉપયોગ કર્યો છે. ૨
પંચાખ્યાનસારોદ્ધાર – બીજાં જૈન પંચતંત્રોમાં ધનરત્નમણિકૃત પંચાખ્યાન યા પંચાખ્યાનસારોદ્ધાર મળે છે. તેનો રચનાકાલ સં. ૧૫૪પથી પહેલાંનો છે કારણ કે ઉક્ત સંવતની તેની હસ્તપ્રત મળી છે.
૧. હર્ટલ, ઓન ધ લિટરેચર ઓફ ધ શ્વેતામ્બર્સ ઓફ ગુજરાત, લિષ્કીગ, ૧૯૨૨, પૃ. ૭
૨. ડૉ. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત જૈન કથાસાહિત્ય, પૃ. ૭૮-૯૨માં નીતિકથાની અનેક
કથાઓ આપીને તેમના સ્રોતોને દર્શાવવામાં આવ્યા છે. કોટા (આદિવાસી જાતિ) લોકકથા કે કલ્પનાબન્ધ (Motifોની તુલના કેટલીક જૈન કથાઓ સાથે કરવામાં આવી છે. જુઓ – M.B.Emeneanના જર્નલ ઑફ અમેરિકન ઓરિએન્ટલ સોસાયટી (૬૭)માં લેખ
સ્ટડીઝ ઈન ધ ફોકટેલ્સ ઑફ ઈન્ડિયા'; સ્ત્રીશુદ્ધિપરીક્ષાના કલ્પનાબબ્ધ માટે જુઓ – (૧) સ્ટાન્ડર્ડ ડિક્શનરી ઑફ ફોકલોર, માયથોલોજી એન્ડ લિજન્ડ, ભાગ ૧, મારિયા
લીચ, ન્યૂયોર્ક, ૧૯૪૯માં “ચેસ્ટીટી ટેસ્ટ' અને “એક્ટ ઑફ ટુથ' નામના લેખ. ૩. જિનરત્નકોશ, પૃ. ૨૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org