________________
ઐતિહાસિક સાહિત્ય
૩૯૫
ગયા હોય યા તો કોઈ વૈયક્તિક કારણોથી અલગ કરી દેવાયા હોય. એ પણ સંભવ છે કે આ બત્રીસી કેવળ ૨૮ શ્લોકોની જ હોય કારણ કે બીજી દ્વત્રિશિકાઓમાં પણ પદ્યોની સંખ્યા અનિયમિત છે. ઉદાહરણ તરીકે, ૨૧મીમાં ૩૩, ૧૦મીમાં ૩૪ પદ્યો છે તો ૮મીમાં ૨૬ અને ૧૫મી તથા ૧૯મીમાં ૩૧ પદ્યો છે.
અન્ય દ્વાત્રિશિકાઓનો વિષય તો તીર્થકરોની સ્તુતિ યા જૈન સિદ્ધાન્તોનું વિવેચન છે, જયારે આ દ્વાત્રિશિકાનો વિષય નીચે મુજબ છે :
તે રાજાને વિશે કવિ ઉચ્ચકોટિની બિરુદાવલીના રૂપમાં કહે છે કે તમે કીર્તિમાં તમારા પૂર્વજોથી બહુ જ આગળ છો (૧). તમે જગતભરમાં મહિમાશાળી છો (૨). તમારી કીર્તિ દશે દિશાઓમાં પ્રસરી રહી છે (૩). તમારા ગુણોએ તમારી કીર્તિને વનપ્રદેશોમાં પણ ફેલાવી દીધી છે (૪). તમે બીજાઓના પ્રતાપને ઢાંકી દિીધો છે (૫). તમારા અનુગ્રહસ્વભાવે તમારી કીર્તિ વધારી દીધી છે (૬). તમારા ગુણો દિવ્ય છે (૭). સંસારમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં તમારી કીર્તિ ન પહોંચી હોય (૮). રાજ્યશ્રી તમારા વક્ષ:સ્થલ પર ક્રીડા કરે છે (૯). તમે બુદ્ધિ વગેરે ગુણોથી દિવ્ય છો (૧૦). તમે તમારી દાન (અનુગ્રહ) પ્રકૃતિથી પ્રવીર શત્રુઓને વશ કરી લો છો (૧૧). વસુધા બહુ કાળ પછી તમારા એકચ્છત્ર રાજ્યમાં આવી છે, બાકીના રાજાઓ તમારા આજ્ઞાપાલક છે (૧૨). તમે ક્રોધથી શત્રુઓને ઉખાડી ફેંકો છો અને પરાજિત શત્રુઓ ઉપર કૃપા કરી સોગણી રાજયલક્ષ્મી તેમને આપો છો (૧૩-૧૪). તમે માન સિવાય બીજા ગુણોને પસંદ કરતા નથી અર્થાત માન ઉપર તમારો એકાધિકાર છે અને જો તે ગુણ બીજાઓમાં ચાલ્યો જાય તો તેમને નિર્મળ કરી દેવામાં આવે છે (૧૫). તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જ શત્રુ યશ પામી શકે છે પરંતુ તેમનામાં એવી હિંમત ક્યાં છે? (૧૬). શરદઋતુ તમારા શત્રુઓને ગમતી નથી કારણ કે તે તમારા દિગ્વિજયનો સમય છે (૧૭). એક વખત સંજોગથી તમારી તલવારે તમારા વક્ષ:સ્થળ ઉપર ક્ષત કરીને રાજ્યલક્ષ્મીને સ્થિર કરી દીધી હતી (૧૮). તમારે અધીન ચંચલા લક્ષ્મી અને પૃથ્વી પરસ્પર સ્પર્ધાથી વૃદ્ધિ પામી રહી છે (૧૯). તમારી સાથે વૃદ્ધિ પામેલી (વૃદ્ધા થયેલી) લક્ષ્મીનો યૌવનગુણ બદલાયો નથી (૨૦). તમારી મનુષ્યરૂપમાં હરિ (દેવરાજ) હોવાની વાત ત્યાં સુધી રહસ્ય બની રહી જ્યાં સુધી પ્રાન્તપતિરૂપી મેઘોએ જનકલ્યાણકારિણી યોજનાઓ દ્વારા તેને પ્રગટ ન કરી (૨૧). તમે ખરેખર મહીપાલ છો કારણ કે તમે ખિન્ન પૃથ્વીને વક્ષ:સ્થલ પર ધારણ કરો છો. જયારે તમે ગર્ભમાં હતા ત્યારે પૃથ્વીએ નૂતન યુગના આગમનનો સંકેત કરી દીધો હતો (૨૨). વિરુદ્ધ ગુણો પણ તમારામાં નિર્વિરોધ રહે છે (૨૩). સૂર્યની દીપ્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org