________________
ઐતિહાસિક સાહિત્ય
વસ્તુપાલ-તેજપાલનું કીર્તિકથાસાહિત્ય
ચૌલુક્ય વંશના પરવર્તી રાજા દ્વિતીય ભીમના સમયના ગુજરાતનો ઈતિહાસ પ્રમાણમાં સૌથી વધુ વિગતવાળો અને વધુ વિશ્વસનીય સાધનસામગ્રી(સાહિત્યિક, પુરાતત્ત્વીય)વાળો છે. તેનું કારણ તે સમયમાં થયેલા ચાણક્યના અવતાર જેવા ગુજરાતના બે મહાન અને અદ્વિતીય બન્યુંમંત્રી વસ્તુપાલ-તેજપાલ હતા. આ બન્ને ભાઈઓના શૌર્ય, ચાતુર્ય અને ઔદાર્ય આદિ અનેક અદ્ભુત ગુણોને લઈને તેમના સમકાલીન ગુજરાતના પ્રતિભાવાન પંડિતો અને કવિઓએ તેમની કીર્તિને અમર કરવા માટે જેટલાં કાવ્ય, પ્રબન્ધ અને પ્રશસ્તિઓ વગેરેની રચના કરી છે તેટલાં ભારતમાં બીજા કોઈ પણ રાજપુરુષ માટે રચાયાં નથી.
સમકાલિક તેમના ઉપર લખાયેલાં કાવ્યોમાં જૈન રચનાઓ સુકૃતસંકીર્તન અને વસન્તવિલાસ છે. સુકૃતસંકીર્તન
આ કાવ્યમાં ૧૧ સર્ગો અને ૫૫૩ પઘો છે. તેમાં મહામાત્ય વસ્તુપાલના જીવન અને કાર્યકલાપોનું, ખાસ કરીને તેમનાં ધાર્મિક અને લોકપ્રિય કાર્યોનું, અધિક વર્ણન છે.
४०३
તેના પ્રથમ સર્ગમાં અણહિલવાડમાં રાજ્ય કરનાર પ્રથમ રાજવંશ ચાપોત્કટ યા ચાવડા રાજાઓની વંશાવલી અને ઉક્ત નગરનું વર્ણન આપવામાં આવ્યું છે. અહીં ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે આ પહેલું ઐતિહાસિક કાવ્ય છે જેમાં ચાવડા વંશનું વર્ણન છે. તેના પછી ઉદયપ્રભકૃત સુકૃતકીર્તિકલ્લોલિનીમાં જ ઉક્ત
૧. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ગ્રન્થાંક ૫૧, સં. ૧૯૭૪; ઈન્ડિયન એન્ટીક્વેરી, ભાગ ૩૧, પૃ. ૪૭૭ અને આગળ; જિનરત્નકોશ, પૃ. ૪૪૩; આ કાવ્ય મૂળ, તેનો જર્મન અનુવાદ અને ભૂમિકા જી. બુહલરે જર્મન પત્રિકા શિશ્રુંગન્થેરિન્ને (ભાગ ૧૧૯, સન્ ૧૮૯૯)માં બહાર પાડ્યાં હતાં. જર્મન અનુવાદ અને ભૂમિકાનો અંગ્રેજી અનુવાદ ઈ.એચ.બર્જેસે ૧૯૦૩માં ઈન્ડિયન એન્ટીક્વેરીમાં પ્રકાશિત કર્યો, પછી અલગ પુસ્તિકાના રૂપમાં જર્મન અને અંગ્રેજી બન્ને પાઠ પ્રકાશિત થયા; સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક
૩૨.
૨. ચાવડાવંશનો પ્રાચીનતમ શિલાલેખીય ઉલ્લેખ વિ.સં. ૧૨૦૮ (ઈ.સ.૧૧૫૨)ની વડનગરની કુમારપાલપ્રશસ્તિમાં મળે છે. ચાવડાઓની વંશાવલી માટે જુઓ ઈન્ડિયન એન્ટીક્વેરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org