________________
ઐતિહાસિક સાહિત્ય
પાછા ધવલક્કક આવવાનું વર્ણન કરવામાં આવ્યું છે. અંતિમ ચૌદમા સર્ગમાં વસ્તુપાલે કરેલાં અનેક ધર્મકાર્યોનું વિવરણ આપ્યું છે તથા માધ કૃષ્ણા પંચમી સોમવાર સં. ૧૨૯૬ પ્રાતઃ સદ્ગતિ જવાનું વર્ણન કરવામાં આવ્યું છે. આમાં રૂપકતત્ત્વનો આશ્રય લેવામાં આવ્યો છે.
આ કાવ્યમાં કવિએ ચરિત્રચિત્રણ તરફ વિશેષ ધ્યાન આપ્યું છે. તેમાં વસ્તુપાલ, તેજપાલ, વીરધવલ, શંખ વગેરે અનેક પાત્ર છે પરંતુ વસ્તુપાલના ઉદાત્ત ચરિત્રનું ચિત્રણ કરવું એ જ આ કાવ્યનું પ્રયોજન છે. પ્રાકૃતિક ચિત્રણ પણ આ કાવ્યમાં સારી રીતે કરવામાં આવ્યું છે. હા, એ વાત સાચી કે કવિપરંપરાસમ્મત સૌન્દર્યચિત્રણ નહિવત્ છે. તેવી જ રીતે સામાજિક ચિત્રણ કરવાવાળી વિશેષ સામગ્રી પણ આમાં નથી. પરંતુ તત્કાલીન રાજનૈતિક ઈતિહાસ જાણવા માટેની પ્રચુર સામગ્રી તેમાં છે. કવિએ ધાર્મિક સિદ્ધાન્તોનું પણ ક્યાંય નિરૂપણ નથી કર્યું પરંતુ ધર્મની આરાધનામાં તીર્થયાત્રાને વિશેષ મહત્ત્વ આપ્યું છે.
૪૦૭
રસોની અભિવ્યક્તિની દૃષ્ટિએ આ કાવ્ય વીરરસપ્રધાન છે. પાંચમા સર્ગમાં વી૨૨સની નિષ્પત્તિ સરસ રીતે કરવામાં આવી છે. યુદ્ધપ્રસંગમાં રૌદ્રરસ અને બીભત્સરસની ઝાંખી પણ કરાવવામાં આવી છે. દસમાંથી તેરમા સર્ગ સુધી વસ્તુપાલની ધર્મવીરતા અને દાનવીરતાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. છઠ્ઠા, સાતમા અને આઠમા સર્ગોમાં સંયોગશૃંગારનો પરિપાક થયો છે. આ કાવ્યની ભાષા સરળ, કોમળ, સ્વાભાવિક, પ્રૌઢ અને પરિમાર્જિત છે. સામાન્યતઃ ભાષા ભાવાનુકૂળ છે. જ્યાંત્યાં સૂક્તિઓનો પ્રયોગ પણ થયો છે. બારમા સર્ગમાં શબ્દક્રીડા અને પાંડિત્યપ્રદર્શન કરતાં દુરૂષ પઘોનો પ્રયોગ કર્યો છે. ભાષાને સજાવવા માટે વિવિધ અલંકારોની યોજના પણ કવિએ પ્રચુર માત્રામાં કરી છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસ, યમક અને વીપ્સાનો અને અર્થાલંકારોમાં ઉપમા અને ઉત્પ્રેક્ષાનો પ્રચુર પ્રયોગ થયો છે. અન્ય અલંકારોમાં અપદ્ઘતિ, અસંગતિ, વિરોધ, અર્થાન્તરન્યાસ, અતિશયોક્તિનો પ્રયોગ દર્શનીય છે. છંદોના પ્રયોગમાં કવિએ મહાકાવ્યની પરંપરાને અપનાવી છે. પ્રત્યેક સર્ગમાં એક છંદનો પ્રયોગ અને સર્ગાન્તે છંદપરિવર્તન કરેલ છે. કેટલાક સર્ગોમાં વિવિધ છંદોની યોજના પણ થઈ છે. આ રીતે આ કાવ્યમાં ૨૯ છંદો પ્રયોજાયા છે. તેમાં ઉપજાતિનો પ્રયોગ સૌથી વધુ થયો છે.
૧. સર્ગ ૧૦. ૭, ૧૭, ૨૩; ૧૧. ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org