________________
જૈન કાવ્યસાહિત્ય
૫. મારવાડ દેશના રાજાઓ અને લૂણસાક રાજા વચ્ચે યુદ્ધ, મારવાડના રાજાઓની મદદે વીરધવલનું ગમન. ભૃગુકચ્છના શાસક શંખના આક્રમણનો વસ્તુપાલે સામનો કરી તેને પરાજિત કરવો.
૬. વસ્તુપાલનું સંઘ સાથે શત્રુંજય અને ગિરનારની યાત્રાએ જવું. વસ્તુપાલનું મરણ માઘ કૃષ્ણા પંચમી સં. ૧૨૯૬ સોમવારે શત્રુંજયમાં થવું.
આમ તો વસંતવિલાસની કથાવસ્તુ ટૂંકી છે પણ તેનો વિસ્તાર મહાકાવ્યોચિત વિધિથી કરવામાં આવ્યો છે. પ્રથમ ચાર સર્ગ કથાનકની ભૂમિકામાત્ર રજૂ કરે છે. પહેલા સર્ગમાં કવિએ કાવ્યની મહત્તા પર પ્રકાશ ફેંકી પોતાનો પરિચય આપ્યો છે, બીજામાં અણહિલપત્તન નગરનું વર્ણન કર્યું છે તથા ત્રીજામાં મૂલરાજથી ભીમ બીજા સુધીના ચૌલુક્ય રાજાઓનો પરિચય તથા વાધેલા વીરધવળ અને તેના પૂર્વજોનો પરિચય આપી વીરધવલ દ્વારા વસ્તુપાલ-તેજપાલની મંત્રીપદે નિયુક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. ચોથા સર્ચમાં વસ્તુપાલના ગુણોનું વર્ણન કરીને વીરધવલે તેની ખંભાતના શાસક તરીકે કરેલી નિયુક્તિનું વિવરણ રજૂ કરવામાં આવ્યું છે. પાંચમા સર્ગથી કથાને ગતિ મળે છે. આમાં લૂણસાક રાજા સાથે મારવાડના રાજાનું યુદ્ધ ફાટી નીકળવું અને વીરધવલના સસૈન્ય નીકળી પડવાનું વર્ણન. આ જ સર્ગમાં લાટના રાજા શંખનું ધવલક્કક ઉપર આક્રમણ અને વસ્તુપાલે તેને પરાજિત કરી ભગાડી મૂકવાનું વર્ણન. છઠ્ઠા સર્ગમાં કવિએ પરંપરાનુસાર ઋતુવર્ણન કર્યું છે, તેવી જ રીતે સાતમામાં પુષ્પાવચય, દોલાક્રીડા અને જલક્રીડાનું વર્ણન કર્યું છે તથા આઠમામાં ચન્દ્રોદયનું વર્ણન કર્યું છે. નવમા સૂર્યોદય નામના સર્ગમાં રાત્રિમાં નિદ્રામગ્ન વસ્તુપાલ સ્વપ્ર દેખે છે જેમાં એક પગવાળો ધર્મ લંગડાતો વસ્તુપાલ પાસે આવી વિનંતી કરે છે કે કલિયુગના પ્રભાવે હું એક પાદ રહી ગયો છું,' તેથી આપ તીર્થયાત્રાઓ કરીને મારી વ્યાકુળતાને દૂર કરો. વસ્તુપાલ તેની વિનંતી સ્વીકારે છે. તે જ વખતે પ્રાતઃકાલ થઈ જાય છે અને વસ્તુપાલ જાગી જાય છે. આમાં કથાનકનું તૂટેલુ સૂત્ર ફરી પકડી લીધું છે.
દસમા સર્ગથી તેરમા સર્ગ સુધી વસ્તુપાલની તીર્થયાત્રાઓનું વિસ્તૃત વર્ણન છે. દસમા સર્ચમાં શત્રુંજયયાત્રા, અગીઆરમામાં પ્રભાસતીર્થયાત્રા, બારમામાં રૈવતકગિરિવર્ણન અને તેરમામાં રૈવતકયાત્રાવર્ણન છે. આ તેરમા સર્ગમાં વસ્તુપાલનું
૪૦૬
૧. આ વર્ણન ભાગવતપુરાણ (૧.૧૬-૧૭)ના અનુકરણ મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org