________________
ઐતિહાસિક સાહિત્ય
૪૦૧
વ્યાકરણના કોઈ પણ સૂત્રના ઉદાહરણ તરીકે આપવામાં નથી આવ્યું. અનેક ઈતિહાસગ્રન્થોનું કથન છે કે આ અવસર ઉપર ચાહડ કુમારપાલ વિરુદ્ધ લડ્યા હતા. તેથી એ સિદ્ધ થાય છે કે ચાહડ વાસ્તવિક વ્યક્તિ હતા. એ કહેવું જરૂરી છે કે મૂલરાજ, ભીમ અને અર્ણોરાજના મિત્ર રાજાઓનાં નામ છે જ્યાશ્રયકાવ્યમાં મળે છે તે અન્ય સ્રોતોમાં બિલકુલ મળતાં જ નથી.
કયાશ્રયકાવ્યનું બીજું રૂપ તેનું મહાકાવ્યત્વ છે. તેને હેમચ મહાકાવ્યોચિત સારભૂત તત્ત્વોથી સજાવ્યું પણ છે. તેમની સાથે ઈતિહાસને કોઈ સંબંધ નથી પરંતુ તે કાળના ધાર્મિક અને સામાજિક રીતરિવાજોને જાણવા માટે પ્રચુર સામગ્રી તેમનામાંથી મળે છે."
અહીં અમે હેમચન્દ્ર જેમની ઉપેક્ષા કરી છે તે ઐતિહાસિક વાતો બાબત સંક્ષેપમાં વિચાર કરીશું. અમે અહીં તે રાજાઓના રાજ્યકાળ ઉપર વિચાર નહીં કરીએ જેમનું હેમચન્દ્રને સાક્ષાત્ જ્ઞાન ન હતું. હેમચન્દ્ર સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યમાં રહેતા હતા એટલે અમે આશા રાખીએ છીએ કે તેમને આ બન્ને રાજાઓની ગતિવિધિઓનું સાક્ષાત્ જ્ઞાન હતું. તેમ છતાં તેમણે કુમારપાલના રાજયનું વર્ણન તો બરાબર કર્યું છે પરંતુ કુમારપાલના પ્રારંભિક જીવનનું વર્ણન તો તેમણે આપ્યું જ નથી. સંભવતઃ હેમચન્દ્ર કુમારપાલના પ્રારંભિક જીવન વિશે - એટલા માટે મૌન રહ્યા કારણ કે સિદ્ધરાજ જયસિંહે ઘણા વખત સુધી તેને ત્રાસ આપ્યો હતો. પરંતુ કોઈ પણ ઈતિહાસલેખક માટે સારભૂત વાતોની ઉપેક્ષા કરવા માટે કોઈ બહાનું ન હોઈ શકે. સંભવતઃ એવું લાગે છે કે હેમચન્દ્ર જાણી જોઈને એ વાતોને છોડી દીધી છે જે વાતો તે ચૌલુક્ય રાજાઓની કીર્તિને માટે અપમાનજનક હોય. હેમચન્દ્ર જયસિંહ સિદ્ધરાજના પૂર્વજ નૃપ ભીમ અને ધારાનરેશ ભોજ વચ્ચેના સંબંધને પણ મૌન ધરી ટાળી દીધો છે જે સંબંધને વિશે મેરૂતુંગ, સોમેશ્વર વગેરે ઈતિહાસલેખકોએ વિસ્તારથી લખ્યું છે. ભોજ ઉપર ભીમનો વિજય ચૌલુક્ય ઈતિહાસ માટે વિશેષ ઘટના હતી. હેમચન્દ્ર સૌપ્રથમ વિદ્વાન છે જેમણે ભોજનો ઉલ્લેખ કર્યો છે અને તે પરમારનરેશના દુઃખાત્તથી નિશ્ચિતપણે પરિચિત હતા. આ તથ્યનો તેમણે છૂપો સંકેત માત્ર કર્યો છે જ્યારે તે કહે છે કે લક્ષ્મીકણે ભીમને ભોજની સ્વર્ણમંડપિકા આપી હતી. આ છૂપો સંકેત કરવા પાછળ હેમચન્દ્રનો
૧. વિશેષ માટે જુઓ – ૨. ચુ. મોદી, સંસ્કૃત યાશ્રયકાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની
સામાજિક સ્થિતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org