________________
ઐતિહાસિક સાહિત્ય
૩૯૩
અનુશ્રુતિઓનું જૈનેતર અનુશ્રુતિઓ સાથે અને પુરાતત્ત્વસામગ્રી સાથે તુલનાત્મક તથા સમન્વયાત્મક અધ્યયન કરીને ભારતીય ઈતિહાસના પ્રાગૈતિહાસિક, સિન્ધસાંસ્કૃતિક, વૈદિક અને ઔપનિષદિક યુગોની પ્રવૃત્તિઓ જાણી શકાય છે. જૈન અનુશ્રુતિઓના ચોવીસ તીર્થકરોમાંથી અન્તિમ ત્રણ તીર્થકરો – અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને વર્ધમાન મહાવીર – ઐતિહાસિક વ્યક્તિઓ સિદ્ધ થયા છે. મહાવીરોત્તર કાળમાં જૈન સંઘનાં સંગઠન, વ્યવસ્થા, મતભેદ, સંપ્રદાયો, ઉપસંપ્રદાયો અને પંથો વગેરેના ઉદયથી વર્તમાન કાળ સુધી ક્રમિક પ્રામાણિક ઈતિહાસ, જૈનધર્મપરાયણ રાજાઓ, સામન્તો, રાજનીતિજ્ઞો, શાસકો-પ્રશાસકો, સેનાનાયકો અને યોદ્ધાઓનો ઈતિહાસ, દેશની રાજનીતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તથા નવરાષ્ટ્રનિર્માણમાં જૈનોના ફાળાની વાત, જૈન તીર્થો, સાંસ્કૃતિક અને કલાકેન્દ્રોનો ઈતિહાસ, જૈન પર્વો અને તહેવારોનો ઈતિહાસ જાણવા માટે બહુવિધ ઐતિહાસિક સાધનો છે, જેવાં કે ઐતિહાસિક કાવ્યો, પ્રબન્ધ સાહિત્ય, પ્રશસ્તિઓ, પટ્ટાવલિઓ, ગુર્વાવલિઓ, શિલાલેખો, મૂર્તિલેખો, વિજ્ઞપ્તિપત્રો, તીર્થમાલાઓ વગેરે.
સ્વ. ડૉ. કાશીપ્રસાદ જાયસવાલ જૈનોની ઐતિહાસિક ચેતનાની પ્રશંસા કરતાં લખ્યું છે કે જૈનોએ આશરે ૨૫૦૦ વર્ષની સંવતગણનાનો હિસાબ ભારતીયોમાં સૌથી સારો રાખ્યો છે. તેનાથી જાણવા મળે છે કે પ્રાચીન સમયમાં ઐતિહાસિક પરિપાટીની વર્ષગણના અમારા દેશમાં હતી. જ્યારે તે બીજે બધેથી લુપ્ત અને નષ્ટ થઈ ગઈ ત્યારે કેવળ જૈનોમાં જ તે બચી રહી. જૈનોની ગણનાના આધારે અમે પૌરાણિક અને ઐતિહાસિક ઘટનાઓને, જે બુદ્ધ અને મહાવીરના સમયથી આ બાજુની છે, સમયબદ્ધ કરી અને જોયું કે તેમનો બરાબર મેળ સુજ્ઞાત ગણના સાથે થઈ જાય છે. ઘણી ઐતિહાસિક વાતોની જાણકારી જૈનોના ઐતિહાસિક અભિલેખો, પ્રશસ્તિઓ અને પટ્ટાવલીઓમાંથી મળે છે. ઐતિહાસિક મહાકાવ્યોની મુખ્ય પ્રવૃત્તિઓ
સંસ્કૃતનાં અન્ય ઐતિહાસિક મહાકાવ્યોની જેમ જૈન ઐતિહાસિક મહાકાવ્યોમાં પણ નિમ્ન પ્રકારની પ્રવૃત્તિઓ જણાય છે :
૧. તેમના ચરિત્રનાયક રાજામહારાજાઓ જ નથી હોતા પરંતુ સત્ત, મહત્ત અને ધની માની શેઠ પણ હોય છે.
૨. તેમના કર્તાઓ રાજ્યાશ્રિત યા અન્ય ધની-માની લોકોના આશ્રિત હતા અને આશ્રયદાતાઓની પ્રશંસા કરવાની તેમની પ્રવૃત્તિ રહેતી. તેથી તેમનાં રચેલાં કાવ્યોમાં નાયકના પરાજયની કે અન્ય અપ્રિય વાતો નથી આવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org