________________
કથાસાહિત્ય
૩૯૧
પંચાખ્યાનોદ્વાર – બીજી રચના તપાગચ્છીય કૃપાવિજયના શિષ્ય મેઘવિજયકૃત પંચાખ્યાનોદ્ધાર છે. તેની રચના સં. ૧૭૧૬માં થઈ છે. આ બાળકોને નીતિશાસ્ત્રની શિક્ષા દેવા માટે લખાયેલ છે. અનેક નવી કથાઓનો તેમાં સમાવેશ થાય છે. અન્તિમ રત્નપાલની કથા પંચતંત્રના અન્ય કોઈ સંસ્કરણમાં મળતી નથી. આ સંસ્કરણ વડગચ્છના રત્નચન્દ્રગણિના શિષ્ય વત્સરાજગણિકૃત ગુજરાતી પંચાખ્યાનચૌપાઈ ઉપર આધારિત છે.
પંચાખ્યાનવાર્તિક – આની રચના કીર્તિવિજયગણિના ચરણસેવક જિનવિજયગણિએ કરી છે. વિ.સં.૧૭૩૦માં ફલૌધી નગરીમાં તેની રચના કરવામાં આવી હતી. આ રચના જૂની ગુજરાતીમાં છે, શ્લોક સંસ્કૃતમાં છે. ૧૯મી કથામાં સુગરી અને વાંદરાની અને ૩૦મીમાં સસલું અને મદોન્મત્ત સિંહની વાર્તા છે. આમાં સોમદેવના નીતિવાક્યામૃત અને હેમચન્દ્રાચાર્યના લધ્વન્નીતિશાસ્ત્ર નામના ગ્રન્થોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. - શુકદ્ધાસતતિકા – નીતિકથા ઉપર પંચતંત્ર સમાન બીજી કૃતિ શુકસપ્રતિકાનું જૈન રૂપાન્તર પણ મળે છે. સં. ૧૬૩૮માં ગુણરુસૂરિના શિષ્ય રત્નસુન્દરસૂરિએ શુકદ્ધાસપ્તતિકાની રચના કરી છે. તેને રસમંજરી તથા શુકસપ્રતિકા” પણ કહે છે. એક અજ્ઞાતકર્તક શુકદ્દાસપ્રતિકા" કથાનો પણ ઉલ્લેખ મળે છે.
આ કથાસંગ્રહમાં શુકે કહેલી શીલરક્ષા માટેની ૭૦ યા ૭૨ વાર્તાઓ કહેવામાં આવી છે.
૧. એજન; સિંઘી જૈન ગ્રન્થમાલાથી પ્રકાશિત દેવાનન્દકાવ્યની ભૂમિકા; કીથ, હિસ્ટ્રી ઑફ
ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૨૬૦; વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર,
ભાગ ૩, પૃ. ૩૨૫. ૨. આનું પ્રકાશન જે. પટેલે લિઝીગથી ૧૯૨૨માં કર્યું છે. ૩-૪ જિનરત્નકોશ, પૃ. ૩૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org