________________
કથાસાહિત્ય
અક્ષર, પદ, વાક્ય, કથા અને શ્લોકનું સંશોધન કરવામાં આવ્યું છે. અન્તે આ ગ્રન્થનું પરિમાણ ૪૬૦૦ શ્લોક દર્શાવ્યું છે અને રચનાસંવત ૧૨૫૫, ફાગણ વિદ તૃતીયા રવિવાર દર્શાવ્યો છે અને કહ્યું છે કે આને જીર્ણોદ્વાર જેવો માનવો.૨
પુરાણી રચનાના જીર્ણોદ્ધારના અર્થાત્ નવું રૂપ આપવાના મહનીય કાર્યને પ્રગટ કરતાં કવિએ પોતાની નમ્રતા જ પ્રગટ કરી છે. આમાં સ્મૃતિશાસ્ત્રોમાંથી ઉદ્ધરણો આપવામાં આવ્યાં છે, તે લૌકિક નીતિવાક્યોથી ભિન્ન નથી. આવશ્યકતા મુજબ તેમનો ઉપયોગ કરવાના કાર્યમાં પૂર્ણભદ્રે પોતાનું કૌશલ બતાવ્યું છે.
હર્ટલ મહોદયે પંચાખ્યાનના મહત્ત્વને આ શબ્દોમાં દર્શાવ્યું છે : પોતાના સિદ્ધાન્તોનો ઉપદેશ દેવા માટે બૌદ્ધોએ નીતિકથાઓને તોડીમચડીને પછી અપનાવી છે. પંચતંત્રનું કોઈ બૌદ્ધ સંસ્કરણ મળતું નથી, એ કોઈ સંજોગની વાત નથી. જૈન સંસ્કરણ પંચાખ્યાનમાં જૈનોએ પુરાણી નીતિકથાઓને જ સારા ભારતવર્ષમાં, એટલે સુધી કે ઈન્ડોચીન અને ઈન્ડોનેશિયા સુધીના પ્રદેશોમાં, લોકપ્રિય બનાવી છે. સંસ્કૃત તથા અન્ય દેશી ભાષાઓમાં લખાયેલું આ પંચતંત્ર આ બધા દેશોમાં
१. कथान्वितं सूक्तविसूक्तं विष्णुशर्मा नृपनीतिशास्त्रम् ॥ १ ॥ श्रीसोममंत्रिवचनेन विशीर्णवर्णम्,
आलोक्य शास्त्रमखिलं खलु पंचतंत्रम् | श्रीपूर्णभद्रगुरुणा गुरुणादरेण,
૩૮૯
संशोधितं नृपतिनीतिविवेचनाय ॥ २ ॥
प्रत्यक्षरं प्रतिपदं प्रतिवाक्यं प्रतिकथं प्रतिश्लोकम् ।
श्रीपूर्णभद्रसूरिर्विशोधयामास शास्त्रमिदम् ॥ ३ ॥
વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, જિલ્દ ૩, ભાગ ૧, પૃ. ૩૨૧-૨૪. ૨. વત્વારીહ સન્નાળિ તત્વમાં પાતાનિ ૨ ।
ग्रन्थस्यास्य मया मानं गणितं श्लोकसंख्यया ॥ ७ ॥ शरबाणतरणिवर्षे रविकरवदिफाल्गुने तृतीयायाम् । जीर्णोद्धारश्चासौ प्रतिष्ठितोऽधिष्ठितो विबुधैः ॥ ८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org