________________
૩૯૪
૩. આ કાવ્યોમાં નાયકની વીરતા યા માહાત્મ્યનું પ્રદર્શન કરવા માટે દિગ્વિજય, સસંઘ યાત્રાઓ વગેરેનાં કાલ્પનિક વિવરણો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. ક્યાંક ક્યાંક નાયકના ઉત્કર્ષને પ્રગટ કરવા માટે પ્રતિનાયકની કલ્પના પણ કરવામાં આવી છે.
જૈન કાવ્યસાહિત્ય
૪. અધિકાંશ આ કાવ્યોમાં ઘટનાઓની તિથિઓનાં વિવરણ ઈતિહાસસમ્મત જ છે, કેટલાંક કાવ્યોમાં નથી.
૫. આ કાવ્યોમાં નાયકની વંશપરંપરા અને કુલોત્પત્તિનાં વિવરણો પૌરાણિક રીતે આપવામાં આવ્યાં છે.
જૈનોનાં ઐતિહાસિક કાવ્યો હરિષેણની સમુદ્રગુપ્તવિષયક અલ્હાબાદપ્રશસ્તિ, બાણભટ્ટ દ્વારા રિચત હર્ષવર્ધનપ્રશસ્તિના રૂપમાં હર્ષચરિત, બિલ્હણકૃત વિક્રમાંકદેવચરત અને કલ્હણની રાજતરંગિણીની જેમ બહુ ઉપયોગી છે. અહીં તેમનો પરિચય આપીએ છીએ.
ગુણવચનદ્વાત્રિંશિકા
સિદ્ધસેન દિવાકર વિશે મનાય છે કે તેમણે બત્રીસ દ્વાત્રિંશિકાઓ (૩૨ શ્લોકોનું એક એવાં બત્રીસ કાવ્યો) રચ્યાં હતાં. તેમાંથી ૨૧ પ્રકાશિત થઈ ગઈ છે, તેમાંથી પાંચમાં કર્તાનું નામ અંશતઃ યા પૂર્ણતઃ મળે છે. ૧, ૨ અને ૧૬મી બત્રીસીઓનાં અંતિમ પદ્યોમાં ‘સિદ્ધ' શબ્દ મળે છે જ્યારે પમી અને ૨૧મી બત્રીસીઓમાં પૂરું નામ ‘સિદ્ધસેન’ મળે છે. બાકીની બત્રીસીઓમાં નામનો સંકેત કે ચિહ્ન પણ નથી આપવામાં આવ્યો પરંતુ પરંપરા અને શૈલીને જોતાં તેમના કર્તા સિદ્ધસેન હોવામાં કોઈ ગંભીર આપત્તિ હોઈ શકે નહિ.
૧
તેમાંથી ૧૧મી દ્વાત્રિંશિકા પ્રશસ્તિ અનુસાર ‘ગુણવચનદ્વાત્રિંશિકા' છે. આ એક રાજાની પ્રશસ્તિ છે. તેમાં તે રાજાને ત્વયા, ભવાન્, ત્વત્, તવ, ભવતા અને ત્યા સર્વનામો દ્વારા તથા બીજા પુરુષોમાં પ્રયુક્ત ક્રિયાઓ સન્તુષ્યસે,
-
વહિસ, સુરાયસે, હરિસ, કરોસિ અને અસિ દ્વારા તથા નૃપતે, નરપતે, નરેન્દ્ર, નૃપ, રાજન્ અને ક્ષિતિપતે સંબોધનો દ્વારા લક્ષિત કરવામાં આવેલ છે. આમાં કેવળ ૨૮ શ્લોકો છે. સંભવ છે કે અમારા માટે મહત્ત્વના ચાર શ્લોકો ખોવાઈ
Jain Education International
૧. મધ્યભારતી પત્રિકા, ૧, જુલાઈ, ૧૯૬૨, માં મૂળ સંસ્કૃત પાઠ તથા અંગ્રેજી અનુવાદ ડૉ. હીરાલાલ જૈને આપ્યો છે. તેમાં તુલનાત્મક ટિપ્પણો મહત્ત્વપૂર્ણ છે.
For Private & Personal Use Only
-
www.jainelibrary.org