________________
જૈન કાવ્યસાહિત્ય
પણ તમારી દીપ્તિ ઉત્તમ છે (૨૪). તમે વિદ્વાનોની સભામાં વક્તૃત્વ માટે પ્રસિદ્ધ છો (૨૫). તમારી વિવાદશક્તિ, સાહસ, પત્રરચના, મંત્રીપરિષદ્ તમારા વિરોધીઓ માટે ઈર્ષ્યાનો વિષય છે (૨૬). તમારો જન્મ કલિના ક્રમનો વ્યતિક્રમ (વિક્રમ) કરીને થયો છે (૨૭). તમારી સર્વવ્યાપી પ્રભુતા અવર્ણનીય છે (૨૮).
આ પઘોના સંકેતોને ડૉ. હીરાલાલ જૈને ગુપ્તવંશી સમ્રાટ ચન્દ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યના શિલાલેખો, મુદ્રાઓ અને કાલિદાસના રઘુવંશમહાકાવ્યનાં પદો સાથે મેળવીને એ વાતને નિઃસંદેહ સિદ્ધ કરી છે કે આ ઉક્ત નામવાળા ગુપ્તવંશી રાજાની જ પ્રશસ્તિ છે. તેના કર્તા કવિ સિદ્ધસેન છે જે જૈન અને જૈનેતર ઉલ્લેખો ઉપરથી વિક્રમાદિત્યના સમકાલીન સિદ્ધ થાય છે. આમ આ સમકાલીન કવિએ કરેલી પ્રસ્તુત પ્રશસ્તિ એટલી જ મહત્ત્વની છે જેટલી અલ્હાબાદમાં ઉત્કીર્ણ કવિ હરિષણકૃત સમુદ્રગુપ્તપ્રશસ્તિ.
૧
ગુજરાતના કવિઓએ ચૌલુક્યવંશ અને તેના પ્રસિદ્ધ રાજા જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાળનું વિવરણ દેવા માટે અનેક ઐતિહાસિક કાવ્યોનું સર્જન કર્યું છે. તેમાં પ્રથમ આવે છે ચાશ્રયમહાકાવ્ય.
ચાશ્રયમહાકાવ્ય
૩૯૬
આ કાવ્યની રચના . હેમચન્દ્રસૂરિએ પોતાના વ્યાકરણગ્રન્થ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ યા ‘હૈમવ્યાકરણ'ના નિયમોને ભાષાગત પ્રયોગોથી સમજાવવા અને ઉદાહૃત કરવા માટે કરી છે. જેમ હૈમવ્યાકરણ સંસ્કૃત અને પ્રાકૃત
૧. A Contemporary Ode to Chandra Gupta Vikramaditya, મધ્યભારતી પત્રિકા, ૧. જબલપુર વિશ્વવિદ્યાલય, જુલાઈ, ૧૯૬૨
૨. સંપા. એ. વી. કથવટે, સર્ગ ૧-૨૦ (સંસ્કૃત), ૨ ભાગ, બોમ્બે સંસ્કૃત સિરિઝ, ૧૮૮૫, ૧૯૧૫ અને સ. પા. પંડિત, સર્ગ ૨૧-૨૮ (પ્રાકૃત), તે જ સિરિઝ, ૧૯૦૦; દ્વિતીય સંસ્કરણ ઃ સંપા. ૫. લ. વૈદ્ય, પરિશિષ્ટ સાથે હેમચન્દ્રનું પ્રાકૃત વ્યાકરણ, તે જ ગ્રંથમાળામાં ૧૯૩૬માં પ્રકાશિત; પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવૈદી કૃત સંસ્કૃત ચાશ્રયનું ભાષાંતર (ગુજરાતી) ૧૮૯૩માં પ્રકાશિત; પ્રો. કેશવલાલ હિંમતલાલ કામદારકૃત હેમચન્દ્રનું ચાશ્રયકાવ્ય ૧૯૩૬માં પ્રકાશિત વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org