________________
ઐતિહાસિક સાહિત્ય .
૩૯૭
ભાષામાં વિભક્ત છે તેમ આ કાવ્ય પણ તે બન્ને ભાષાઓમાં વિભક્ત છે. આ કાવ્યના ૨૮ સર્ગોમાંથી પ્રથમ ર૦ સર્ગો સંસ્કૃતમાં છે, તે સંસ્કૃત વ્યાકરણના નિયમોને ઉદાહત કરે છે. અને છેલ્લા આઠ સર્ગો પ્રાકૃત ભાષામાં છે, તે પ્રાકૃત
વ્યાકરણના નિયમોને ઉદાહત કરવા રચાયા છે. આ આઠ સર્ગોના અંતિમ ભાગને કુમારપાલચરિત (કુમારવાલચરિય) પણ કહેવામાં આવે છે. સંસ્કૃત કયાશ્રયનું પરિમાણ ૨૮૨૮ શ્લોકપ્રમાણ છે અને પ્રાકૃત યાશ્રયનું પરિમાણ ૧૫૦૦ શ્લોકપ્રમાણ છે.
સંસ્કૃત-પ્રાકૃતમય આ કાવ્યનું તેવું જ મહત્ત્વનું સ્થાન છે જેવું સંસ્કૃતમાં ભટ્ટિકાવ્યનું છે.
જો કે આ ગ્રન્થ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણના નિયમોનાં સાહિત્યિક ઉદાહરણો રજૂ કરવા માટે રચાયો છે, છતાં તેમાં આ મર્યાદાઓની અંદર કેટલાક અપવાદોને છોડી કામચલાઉ રીતે ગુજરાતના ચૌલુક્ય વંશના ઈતિહાસને રજૂ કરવામાં આવ્યો છે. આચાર્ય હેમચન્દ્રનો આશય આ બે આશ્રયવાળા કાવ્ય દ્વારા એક બાજુ વ્યાકરણના નિયમોને સમજાવવાનો અને બીજી બાજુ ઐતિહાસિક કાવ્ય લખવાનો અર્થાત ચૌલુક્ય વંશનું – ખાસ કરીને આ વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળનું – ગુણવર્ણન કરવાનો હતો
વિષયવસ્તુ – સંસ્કૃત ભાગના પ્રથમ સર્ગમાં અણહિલપુરમાં ચૌલુક્ય વંશની ઉત્પત્તિનું અને તે વંશના પ્રથમ નરેશ મૂલરાજના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજાથી પાંચમા સર્ગમાં મૂળરાજના રાજ્યકાળનો ઈતિહાસ રજૂ કરાયો છે. છઠ્ઠા સર્ગમાં મૂળરાજના ઉત્તરાધિકારી ચામુંડરાજનું વર્ણન છે. સાતમાં સર્ગમાં દુર્લભરાજ અને તેમના, મોટા ભાઈ વલ્લભરાજનું વર્ણન છે. આઠમા સર્ગમાં દુર્લભરાજના ઉત્તરાધિકારી ભત્રીજા ભીમના રાજ્યકાળનું નિરૂપણ છે. નવમા સર્ગમાં ભીમ, ભોજ તથા ચેદિરાજ વચ્ચેના યુદ્ધનું વર્ણન છે. આ જ સર્ગમાં ભીમના પુત્ર ક્ષેમરાજ અને કર્ણનું વર્ણન છે તેમ જ કર્ણની રાજ્યપ્રાપ્તિ તથા મયણલ્લ દેવી સાથે તેના વિવાહનું વર્ણન છે. દસમા સર્ગમાં કર્ણ દ્વારા પુત્રપ્રાપ્તિના માટે લક્ષ્મીની ઉપાસના અને પુત્રોત્પત્તિનું વરદાન મળ્યાનું વર્ણન છે. અગીઆરમાં સર્ગમાં જયસિંહનો જન્મ, રાજ્યારોહણ, કર્ણનો સ્વર્ગવાસ તથા જયસિંહના વિજયનું વર્ણન છે. બારમાથી પંદરમા સર્ગોમાં
૧. સંસ્કૃત યાશ્રય ઉપર અભયતિલકગણિએ વિ.સં. ૧૩૧૨માં ટીકા લખી છે. તેનું સંશોધન
લક્ષ્મીતિલકગણિએ કર્યું છે. પ્રાકૃત જ્યાશ્રય ઉપર પૂર્ણકલશગણિએ વિ.સં.૧૩૦૭માં ટીકા લખી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org