________________
પ્રકરણ ૪
ઐતિહાસિક સાહિત્ય
કોઈ પણ વસ્તુનું મૂલ્ય તે વસ્તુના ઈતિહાસના જ્ઞાન વિના આંકી શકાય નહિ. તેથી પ્રત્યેક વસ્તુ કે વિષયના મૂલ્યાંકન માટે ઈતિહાસનું જ્ઞાન જરૂરી છે. ઈતિહાસના જ્ઞાનથી આપણને અનેક સમસ્યાઓ ઉકેલવામાં ઘણી મદદ મળે છે. પ્રત્યેક દેશ, ધર્મ, સંસ્કૃતિ, જાતિ વગેરેના ઈતિહાસે માનવમસ્તિષ્કની અનેક સમસ્યાઓ ઉકેલી આપી છે. ઈતિહાસ જાણવાની અનેકવિધ સાધનસામગ્રી હોય છે. ઈતિહાસ કથાવાર્તાની જેમ ક્યાંય લખેલો નથી હોતો. કોઈ પણ દેશ કે ધર્મનો ઈતિહાસ એટલે તે દેશના રાજારાણીઓ કે ધર્માધિકારીઓની વંશાવળીઓને જાણી લેવી એટલું જ માત્ર નથી પરંતુ તે બધી જ પરિસ્થિતિઓનું અધ્યયન છે કે જે પરિસ્થિતિઓએ તે દેશનું ગૌરવ વધાર્યું હોય. આ દૃષ્ટિકોણથી ભારતવર્ષના ઈતિહાસને જોઈએ તો તે એક પ્રકારે અનેક જાતિઓના સમ્મિશ્રણનો અને અનેક સંસ્કૃતિઓના આદાનપ્રદાનનો ઈતિહાસ જ છે. સર્વાંગીણ ભારતીય ઈતિહાસ જાણવા માટે અનેક સાધનસામગ્રીઓના અધ્યયનની સાથે સાથે બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ સાહિત્યનું તુલનાત્મક અને સમન્વયાત્મક અધ્યયન અત્યંત જરૂરી છે. તેવા અધ્યયન વિના જે પણ ઈતિહાસ લખાયો છે તે એકાંગી અને અપરિપૂર્ણ છે. આ સાહિત્યત્રયીના અધ્યયનના અભાવમાં ઈતિહાસને રજૂ કરનારી અન્ય સાધનસામગ્રીઓની – અભિલેખો, પ્રાચીન મુદ્રાઓ, ચિત્રો તથા સ્થાપત્યોની - મોટી ભ્રામક વ્યાખ્યાઓ થઈ છે તથા જે વર્ગની જ્યારે પ્રભુતા થઈ તેણે ત્યારે પોતાની છાપ મારી દીધી છે. ભાવી ઈતિહાસવેત્તાઓનું કામ તે ભૂલોને સુધારવાનું છે તથા ઉક્ત અધ્યયન દ્વારા ભારતીય ઈતિહાસને માટે નિષ્પક્ષ અને સ્વસ્થ સામગ્રી રજૂ કરવાનું છે.
જૈન ઐતિહાસિક સામગ્રીનાં વિવિધ અંગો છે. વિશાળ આગમ સાહિત્ય તથા જૈન પુરાણો અને કથાઓમાં અનેક પ્રકારની અનુશ્રુતિઓ ભરી પડી છે જે
૧. ડૉ. મોતીચન્દ્ર, કુછ જૈન અનુશ્રુતિયાં ઔર પુરાતત્ત્વ, પં. નાથૂરામ પ્રેમી અભિનન્દન ગ્રન્થ, પૃ. ૨૨૯ અને આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org