________________
३८८
પ્રારંભમાં લોકવ્યવહારમાં પ્રાણીઓના પણ દૃષ્ટાન્તો આપવામાં આવતાં હતાં. પ્રાણીઓનાં દૃષ્ટાન્તો સાંભળવામાં સૌને સુગમ અને ગ્રાહ્ય હોય છે. પ્રાણી પણ માનવવત્ વ્યવહાર કરી શકે છે, ક્યારેક કોઈક સમયે પ્રાણીઓ અને માનવોમાં આ ષ્ટિએ કોઈ અન્તર હતું નહિ આદિ વાતોમાં અશિક્ષિત જનસાધારણનો વિશ્વાસ હતો.
જૈન કાવ્યસાહિત્ય
પંચતન્ત્ર, હિતોપદેશની કથાઓને નીતિકથાઓ કહેવામાં આવે છે. પરંતુ દુર્ભાગ્યથી મૂલ પંચતન્ત્ર અપ્રાપ્ત છે. તેનાં કેવળ ઉત્તરકાલીન સંસ્કરણો જ મળે છે.
જૈન કથાકારોએ પંચતંત્રની શૈલી અને વિષયથી પ્રભાવિત થઈને કથાકોશ લખ્યા છે. મલધારી રાજશેખરકૃત ‘કથાસંગ્રહ'માં પંચતંત્ર જેવી જ કથાઓ જોવા મળે છે. હેમવિજયકૃત ‘કથારત્નાકર’માં ભર્તૃહરિનાં શતકો અને પંચતંત્ર વગેરેમાંથી અનેક સૂક્તિઓ લીધી છે.
એટલું જ નહિ પરંતુ પંચતંત્રનાં જૈન સંસ્કરણો પણ મળે છે. પંચતંત્રના વિશિષ્ટ અધ્યેતા જર્મન વિદ્વાન હર્ટલ અનુસાર પંચતંત્રનાં સર્વાધિક લોકપ્રિય સંસ્કરણો જૈન વિદ્વાનોએ જ તૈયાર કર્યાં છે. એક એવું સંસ્કરણ છે જેને તેના સંપાદક શ્રી કોસે ગાર્ટને Textus Simplicior નામથી વર્ણવ્યું છે. હર્ટલ અને અમેરિકન વિદ્વાન એજર્ટન અનુસાર એના લેખક કોઈ અજ્ઞાતનામા જૈન વિદ્વાન હતા. તેમનો સમય ૯૦૦થી ૧૧૯૯ સુધીનો મનાય છે. તેમાં પંચતંત્રની અનેક કથાઓનું રૂપાન્તર થઈ ગયું છે.
પંચાખ્યાન યા પંચાખ્યાનક – શ્રી એજર્ટન અનુસાર આની રચના તંત્રાખ્યાયિકા અને Textus Simpliciorના આધારે કરવામાં આવી છે. આના કર્તા જૈન મુનિ પૂર્ણભદ્ર છે. આ સંસ્કરણની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પંચતંત્રની કથાઓના લૌકિક પક્ષને કોઈ હાનિ નથી પહોંચાડવામાં આવી. તેમાં પંચતંત્રનું નીતિકથાત્મક રૂપ સુરક્ષિત રખાયું છે.'
આ કૃતિના અંતે આઠ પઘોની એક પ્રશસ્તિ આપી છે. તેમાં લખ્યું છે કે વિષ્ણુશર્માએ સૂક્તિઓથી ભરપૂર કથાઓવાળું નૃપનીતિશાસ્ત્ર પંચતંત્ર રચ્યું હતું જે વખત જતાં વિશીર્ણવર્ણ થઈ ગયું હતું. તેને મંત્રી સોમશર્માના અનુરોધથી નૃપતિનીતિવિવેચન માટે શ્રી પૂર્ણભદ્રસૂરિએ સંશોધિત કર્યું. આ કાર્યમાં પ્રત્યેક
૧. ડૉ. હર્ટલ, ધ પંચતન્ત્ર, ભાગ ૨, ૧૯૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org