________________
કથાસાહિત્ય
૩૦૧
ગુણભદ્ર નામના પાંચ આચાર્યો થયા જાણવા મળે છે. તેમાંથી એક ઉત્તરપુરાણના કર્તા ગુણભદ્ર છે, પરંતુ તેમની કૃતિ સાથે આનો કોઈ મેળ નથી. બીજા ગુણભદ્ર ચન્દલ રાજા પરમર્દિના શાસનકાલ(સનું ૧૧૭૦-૧૨૦૦)માં થયા છે. તે પણ સારા કવિ હતા. તેમણે રચેલું સંસ્કૃત ધન્યકુમારચરિત્ર કાવ્ય મળે છે. તે જ વિજૌલિયા પાર્શ્વનાથ સ્તંભલેખના લેખક તથા પ્રતિષ્ઠાપાઠના લેખક મનાય છે. બહુ સંભવિત છે કે આ જ ગુણભદ્ર જિનદત્તચરિત્રની રચના કરી હોય.
ચોથી રચના સંસ્કૃત ગદ્ય(ગ્રન્થાઝ ૧૬૩૭)માં છે. તેને સં. ૧૪૭૪માં પૂર્ણિમાગચ્છના ગુણસાગરસૂરિના શિષ્ય ગુણસમુદ્રસૂરિએ રચી છે.
અન્ય એકબે જિનદત્તકથાઓનો ઉલ્લેખ મળે છે. અપભ્રંશમાં રઈ કવિએ જિનદત્તચરિકનું સર્જન કર્યું છે.
નરવર્મકથા – સમ્યક્તનું માહાભ્ય પ્રકટ કરવા માટે નરવર્મનરેશની કથાને લઈને રચાયેલી બેત્રણ કૃતિઓ મળે છે.
કથાવસ્તુ– રાજગૃહના રાજા નરવર્મ હતા. તેમને હરિદત્ત નામનો પુત્ર હતો. એક વાર વિદેશયાત્રાથી પાછા ફરી રાજાના મિત્ર મદનદત્તે રાજાને એક હાર આપ્યો અને કહ્યું કે પોતાને એક દેવે હાર આપ્યો છે, જે દેવ પૂર્વભવમાં પોતાનો મોટો ભાઈ હતો અને એક મુનિના કહેવા પ્રમાણે તે દેવે હવે આપના પુત્ર હરિદત્તરૂપે જન્મ લીધો છે. હરિદત્તે પણ તે હારને જોતાં જ જાતિસ્મરણ દ્વારા પોતાના પૂર્વભવનું સઘળું વૃત્તાન્ત કહી સંભળાવ્યું. તે વખતે એક કેવલી મુનિનો ઉપદેશ સાંભળી નરવર્મે સમ્યક્ત વ્રત ગ્રહણ કર્યું. એક વખત ઈન્દ્ર પાસેથી તેમની પ્રશંસા સાંભળી એક દેવે પરીક્ષા કરી. તે દેવે રાજાને ભૂખથી પીડાયેલા જૈન સાધુઓને લડતાઝગડતા દેખાડ્યા. રાજા પોતાના રાજયમાં આવું થતું જોઈ આત્મનિંદા અને આત્મગહણા કરવા લાગ્યા. દેવે આ રીતે રાજાને સાચા સમ્યવી તરીકે પરખ્યો. નરવર્મે ઘણા વખત સુધી ગૃહસ્થ ધર્મનું પાલન કરી છેવટે દીક્ષા લીધી અને સુગતિ પ્રાપ્ત કરી.
આ કથાનક ઉપર સર્વપ્રથમ કૃતિ નરવર્મમહારાજચરિત્ર વિવેકસમુદ્રમણિ દ્વારા વિરચિત મળે છે. તેમાં પાંચ સર્ગ છે. કૃતિના અન્ત કવિએ તેનું પરિમાણ ૫૪૨૪
૧. પ્રતિષ્ઠાપાઠ પશ્ચાત્કાલીન ૧૬મી સદીના ગુણભદ્રની રચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org