________________
૩૨ ૨
જેન કાવ્યસાહિત્ય
ધનદત્તકથા - શ્રાવકધર્મમાં વ્યવહારશુદ્ધિ માટે અમરચન્દ્ર સંસ્કૃતમાં ધનદત્તકથા લખી છે. ધનદત્ત કથા ઉપર ગુજરાતીમાં કેટલાય રાસ લખાયા છે.
અમરસેન-વજસેનકથાનક – દાન અને પૂજાથી અપાર સુખ મળે છે. આ વાત સમજાવવા માટે અમરસેન-વજસેન રાજર્ષિની કથા આમાં કહેવામાં આવી છે. આ કથાનક ઉપર કેટલીય કૃતિઓ મળે છે. પહેલી કૃતિ ૧૬મી સદીના મતિનન્દનગણિની છે. તે ખરતરગચ્છ અન્તર્ગત પિપ્પલક ગચ્છના ધર્મચન્દ્રગણિના શિષ્ય હતા. તેમની અન્ય કૃતિ ધર્મવિલાસ મળે છે. આ જ કથાનક ઉપર બે અજ્ઞાતકર્તૃક રચનાઓ પણ છે. તેમાંની એક સં. ૧૬૫૮માં રચાઈ છે. સત્તરમી અને અઢારમી સદીમાં ગુજરાતીમાં આ કથાનક ઉપર કેટલીય કૃતિઓ લખાઈ
અમરદત્ત-મિત્રાનન્દકથાનક – આમાં અમરદત્ત-મિત્રાનન્દના સરસ સંબંધનું આલેખન કરીને દાનના પ્રભાવથી તે બન્નેએ સંસારમાં કેવી રીતે સુખ પ્રાપ્ત કર્યું તે દર્શાવવામાં આવ્યું છે. તેના રચનાર ભાવચન્દ્રગણિ છે, તે ભાનુચન્દ્રગણિના શિષ્ય હતા. તેમણે આ કથા શાન્તિનાથચરિત્રમાં વર્ણવી છે. આના ઉપર ગુજરાતીમાં કેટલાય રાસ રચાયા છે.
સુમિત્રકથા – આ કથા (શુભવર્ધનગણિની) વર્ધમાનદેશનામાં દસમા શ્રાવકવ્રતનું માહાસ્ય દર્શાવવા માટે આપી છે. સ્વતંત્ર રચનાઓના રૂપમાં હર્ષકુંજર ઉપાધ્યાયકૃત સુમિત્રાચરિત્ર અને અજ્ઞાતકર્તક સુમિત્રકથા મળે છે.
રૂપાસેનકથા – આમાં દાનનું માહાભ્ય પ્રગટ કરવા માટે રૂપસેન અને કનકાવતીની કથા આપી છે. આ કથાનક ઉપર અનેક કૃતિઓ મળે છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૬ ૨. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૩૬૮ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૪ ૪. એજન ૫. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૪૭૫; ભાગ ૨, પૃ. ૧૬૫ ૬. જિનરત્નકોશ, પૃ. ૧૪; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૪ ૭. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૨૦૦; ભાગ ૨, પૃ. ૯૪, ૨૨૪ ૮-૯ જિનરત્નકોશ, પૃ. ૪૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org