________________
કથાસાહિત્ય
આ કથાનકને લઈને એક રચના ખરતરગચ્છીય અમૃતધર્મના શિષ્ય ક્ષમાલ્યાણે સં. ૧૮૬૦માં, બીજી લબ્ધિવિજયે અને ત્રીજી મુક્તિવિમલે (વિ.સં.૧૯૭૧ માઘ શુક્લ પંચમીના દિને) કરી છે. બે અજ્ઞાતકર્તૃક રચનાઓ પણ મળે છે. મુક્તિવિમલની રચનામાં પ્રશસ્તિપદ સહિત ૩૨૨ ૫ધ છે.
સુગન્ધદશમીકથા – ભાદ્રપદ શુક્લ દશમીને સુગન્ધદશમી કહે છે. આ દિવસે વ્રત કરવાથી, ધૂપ આદિથી પૂજા કરવાથી શારીરિક કુષ્ઠવ્યાધિ, દુર્ગન્ધિ આદિ રોગ દૂર ભાગે છે. આ વ્રતના માહાત્મ્યને પ્રગટ કરવા માટે સંસ્કૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓમાં લખાયેલી અનેક રચનાઓ મળે છે.
તેમાં એક ૧૬૧ સંસ્કૃત શ્લોકોમાં નિબદ્ધ છે. તેમાં તિલકમતી નામની વિણત્રીની કથા છે. તે પોતાના પૂર્વભવમાં મુનિને કડવી તુંબડીનો આહાર દઈને અનેક દુર્ગતિઓમાં ગઈ અને આ વ્રતના પ્રભાવે સુગતિ પામી. તિલકમતીની અપરમાની કપટજાળની યોજનાએ આ કથાને ખૂબ કૌતુકવર્ધક બનાવી દીધી છે.
તેના કર્તા અનેક વ્રતકથાઓ અને તત્ત્વાર્થવૃત્તિ આદિ ગ્રન્થોના લેખક શ્રુતસાગર છે. તે વિદ્યાનન્તિ ભટ્ટારકના શિષ્ય હતા. તેમનો પરિચય અન્યત્ર આપી દીધો છે. તેમનો સમય સં. ૧૫૧૩ અને ૧૫૩૦ વચ્ચેનો છે એવું અનુમાન કરાય
છે.
૩૬૯
સુગન્ધદશમીકથા ઉપર એક અજ્ઞાતકર્તૃક રચના મળે છે.પ
હોલિકાવ્યાખ્યાન આ ગદ્યમયી સંસ્કૃત રચના છે. તેના કર્તા અભિધાનરાજેન્દ્રના સંકલયિતા આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિ છે. તેમાં ફાલ્ગુન શુક્લ
-
૧. જિનરત્નકોશ, પૃ. ૩૧૫; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૯
૨. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૧૭
૩. દયાવિમલ ગ્રન્થમાલા, જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ, ૧૯૧૯
૪. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી વિ.સં.૨૦૨૧માં પ્રકાશિત અને ડૉ. હીરાલાલ જૈન દ્વારા સંપાદિત સુગન્ધદશમી (અપભ્રંશ) કથાની સાથે પૃ.૩૦-૪૮માં હિંદી અનુવાદ સહિત.
Jain Education International
૫. જિનરત્નકોશ, પૃ.૪૪૪
૬. રાજેન્દ્રસૂરિ સ્મૃતિગ્રન્થ, પૃ. ૯૨-૯૪, રાજેન્દ્રપ્રવચન કાર્યાલય, ખુડાલાથી પ્રકાશિત
For Private & Personal Use Only
www.jainelibrary.org