________________
જૈન કાવ્યસાહિત્ય
અન્ય વિક્રમચરિત્રોમાં પં. સોમસૂરિકૃત (ગ્રન્થાગ્ર ૬૦૦૦) તથા સંસ્કૃત ગદ્યમાં સાધુરત્નના શિષ્ય રાજમેરુકૃત રચનાઓનો ઉલ્લેખ મળે છે અને શ્રુતસાગરકૃત વિક્રમપ્રબન્ધકથાનો પણ ઉલ્લેખ મળે છે.
३७८
વિક્રમાદિત્યની પંચદંડચ્છત્રની કથા પશ્ચિમ ભારતના જૈન લેખકોને બહુ રોચક લાગી છે અને આ પ્રસંગને લઈને તેમણે કેટલીક કૃતિઓ રચી છે. આ પ્રસંગ ઉપર જૈનેતર લેખકોની કોઈ પણ કૃતિ મળી નથી. આ જ રીતે વિક્રમ સંબંધી સિંહાસનની બત્રીસ કથાઓ અને વેતાલપંચવિંશતિકથા ઉપર પણ જૈનોએ સ્વતન્ત્ર કૃતિઓની રચના કરી છે.
-
પંચદંડચ્છત્રકથા – કથા નીચે પ્રમાણે છે : એક વખત રાજા વિક્રમ ઉજ્જૈનીના બજા૨માંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના સેવકોએ દામિની નામની જાદૂગરણીની દાસીને માર માર્યો, આથી નારાજ થઈને દામિનીએ પોતાની જાદૂઈ લાકડી (અભેદ્ય દંડ) વડે ભૂમિ ઉપર ત્રણ રેખાઓ દોરી, આ રેખાઓ રસ્તાને રોકતી ત્રણ દીવાલોના રૂપમાં ફેરવાઈ ગઈ. રાજાની સેના પણ તેને ન તોડી શકી. એટલે રાજાને બીજા રસ્તેથી મહેલ જવું પડ્યું. રાજાએ દામિનીને બોલાવી તો તેણે કહ્યું કે આ દીવાલોને રાજા ત્યારે જ દૂર કરી શકશે જ્યારે તે પોતાના આદેશોને પૂરા કરી પાંચ જાદૂઈ લાકડીઓ (દંડો) પ્રાપ્ત કરશે. રાજાએ તેનો સ્વીકાર કર્યો. આમ તેના અલગ અલગ પાંચ આદેશોથી વિક્રમને પાંચ જાદૂઈ દંડ મળી ગયા, તે દંડો વડે તે પેલી દીવાલો તોડી શક્યો. આ જાણી ઈન્દ્રે એક સિંહાસન મોકલ્યું, સિંહાસનમાં પાંચ દંડો ઉપર એક છત્ર લાગેલું હતું. રાજા સિંહાસન ઉપર એક શુભ દિવસે બેઠા.
આ કથા ઉપર સ્વતન્ત્ર પ્રથમ રચના પંચદંડાત્મકવિક્રમચરિત્ર છે. તેની રચના સં. ૧૨૯૦ યા ૧૨૯૪માં થઈ હોવાનું દર્શાવવામાં આવે છે. પરંતુ તેના કર્તાનું નામ અજ્ઞાત છે.
બીજી રચના પૂર્ણચન્દ્રસૂરિની છે.* તે સંસ્કૃત ગદ્યમાં છે. તેનો રચનાકાળ ૧૫મી
૧. જિનરત્નકોશ, પૃ. ૩૫૦
૨. ઑલ ઈન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સના સન્ ૧૯૫૯ના વિવરણ પૃ. ૧૩૧ ઈત્યાદિમાં પ્રકાશિત સોમાભાઈ પારેખનો લેખ Some Works on the Folk-tale of ü<šચ્છત્ર by Jain Authors.
૩. જિનરત્નકોશ, પૃ. ૨૨૪; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૬૧૧ ૫૨ ટિપ્પણ. ૪. જિનરત્નકોશ, પૃ. ૨૨૪, ૩૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org