________________
કથાસાહિત્ય
૩૮૧
અંબડકથા – તેરમી શતાબ્દીની મુનિરત્નસૂરિકૃત સંસ્કૃત ગદ્યપદ્યમયી રચનામાં , અંબડની સાથે આપવામાં આવેલી કથાઓમાં વિક્રમની પંચદંડચ્છત્ર, સિંહાસનબત્રીસી તથા વેતાલપંચવિશિકાની કથાઓ જોડાયેલી મળે છે. સંભવતઃ ૧૪-૧પમી સદીમાં રચાયેલી વિક્રમાદિત્ય સંબંધી ઉક્ત કથારચનાઓમાં મુનિરત્નસૂરિકૃત અંબાચરિતનો ઘણો પ્રભાવ રહ્યો હોવો જોઈએ.
આ કથાગ્રન્થમાં અંબડને ગોરખયોગિનીના સાત આદેશોનું પાલન કરી ધન, વિદ્યા, ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરતો આપણે દેખીએ છીએ, જેમ વિક્રમાદિત્ય દામિની જાદૂગરણના પાંચ આદેશોનું પાલન કરી ચમત્કારી પંચદંડચ્છત્ર પ્રાપ્ત કરે છે તેમ. મુનિરત્નસૂરિએ બે પદ્યોમાં આ વાત કહી પણ છે.
ભોજ-મુંજકથા – વિક્રમાદિત્યની જેમ જ જૈન કવિઓએ રાજા મુંજ અને ભોજને પણ પોતાની જવાખ્યાનપ્રિયતાના વિષય બનાવ્યા છે. વિક્રમાદિત્ય સાથે જોડાયેલી સિંહાસનદ્વાત્રિશિકા કથાઓને ભોજની કથા સાથે પણ જોડવામાં આવી
૧. જિનરત્નકોશ, પૃ. ૧૫; સત્યવિજય ગ્રન્થમાલા, ગ્રન્યાંક ૧૧, સન્ ૧૯૨૮; તેનો
ગુજરાતી અનુવાદ “અંબડ વિદ્યાધર રાસ' નામથી વાચકમંગલમાણિક્ય સં. ૧૬૩૯માં
કર્યો છે તથા તેનું સંપાદન પ્રો. બલવન્તરાય ઠાકોરે સન્ ૧૯૫૩માં કર્યું છે. ૨. મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ (૧૯૬૮ ઈ.સ.)માં પૃ. ૧૧-૧૨૩માં
પ્રકાશિત સોમાભાઈ પારેખનો ગુજરાતી લેખ અમ્બડકથાના આન્તરપ્રવાહો' જુઓ. . આ લેખમાં કથાનું તુલનાત્મક વિવરણ છે. 3. यत्पुर्यामुज्जयिन्यां सुचरितविजयी विक्रमादित्यराजा
वैतालो यस्य तुष्टः कनकनरमदाद्विष्टरं पुत्रिकाश्रिः । अस्मिनारूढ एवं निजशिरसि दधौ पञ्चदण्डातपत्रम् चके वीराधिवीरः क्षितितलमनृणां सोऽस्मि संवत्सरङ्कः ॥ ३६ ॥ इत्थं गोरखयोगिनीवचनतः सिद्धोऽम्बडः क्षत्रियः सप्तादेशवरा सकौतुकभरा भूता न वा भाविनः । द्वात्रिंशन्मितपुत्रिकादिचरितं यद् गद्यपद्येन तत् चक्रे श्रीमुनिरत्नसूरिविजयस्तद्वाच्यमानं बुधैः ॥ ३७॥ इत्याचार्यश्रीमुनिरत्नसूरिविरचिते अम्बडचरिते गोरखयोगिनीदत्तसप्तादेशकर-अम्बडकथानकं અપૂર્ણમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org