________________
કથાસાહિત્ય
તેને જૈન કથાઓમાં અન્નદાનનું માહાત્મ્ય પ્રગટ કરવા માટે જોડવામાં આવી છે (વરિત્રમન્નવાનસ્થ ર્વે ૌતૂહલપ્રિયમ્). આ દૃષ્ટિએ કવિની આ કૃતિ શતાબ્દીઓ સુધી સતત જૈન સંપ્રદાયમાં પ્રિય રહી છે.
કવિએ ભોજ સમ્બન્ધી અનેક ઐતિહાસિક તથ્યોના વિશ્લેષણમાં મૌલિકતા દર્શાવી છે.
કર્તા અને રચનાકાળ ભોજચરિત્રના પ્રત્યેક પ્રસ્તાવના અંતે કર્તાનું નામ રાજવલ્લભ પાઠક આપ્યું છે, તે ધર્મઘોષગચ્છના મહીતિલકસૂરિના શિષ્ય હતા. રચનાના કાલનિર્ણયના સંબંધમાં બે બાબતોથી મદદ મળે છે : એક તો મહીતિલકસૂરિનો ઉલ્લેખ કરતા સં. ૧૪૮૬થી ૧૫૧૩ સુધીના શિલાલેખો મળ્યા છે. બીજી બાબત એ કે તેની પ્રાચીનતમ હસ્તપ્રત સં,૧૪૯૮ની મળી છે. તે ઉપરથી એ નિશ્ચિત થાય છે કે કૃતિની રચના રાજવલ્લભે સં. ૧૪૯૮ પહેલાં અવશ્ય કરી દીધી હતી.
૩૮૩
રાજવલ્લભની અન્ય રચનાઓમાં ચિત્રસેન-પદ્માવતી (સં.૧૫૨૪) અને ખડાવશ્યકવૃત્તિ (સં.૧૫૩૦) મળે છે.
ભોજપ્રબંધ – ઉક્ત રાજવલ્લભના સમકાલીન શુભશીલગણિએ એક અન્ય ભોજપ્રબંધની રચના કરી છે, તેનો ગ્રન્થાત્ર ૩૭૦૦ દર્શાવવામાં આવ્યો છે. શુભશીલગણિ તપાગચ્છીય સોમસુન્દરના પ્રશિષ્ય અને મુનિસુન્દરના શિષ્ય હતા. તેમની વિક્રમચરિત્ર, ભરતેશ્વરબાહુબલિવૃત્તિ વગેરે અનેક કથાત્મક રચનાઓ મળે છે.
એક બીજા ભોજપ્રબંધની રચના સં. ૧૫૧૭માં રત્નમંડનગણિએ કરી છે. આ પ્રબંધમાં ભોજના મનાયેલા બે પુત્રોની કથાઓ પ્રમુખ હોવાથી તેને દેવરાજપ્રબંધ યા દેવરાજ-વત્સરાજપ્રબંધ પણ કહે છે." તેમની અન્ય રચનાઓમાં ઉપદેશતરંગિણી, સુકૃતસાગર તથા પૃથ્વીધરપ્રબંધ મળે છે. તેમનો પસ્ચિય પૃથ્વીધરપ્રબંધના પ્રસંગમાં આપ્યો છે.
૧. ભોજચરિતની અંગ્રેજી પ્રસ્તાવના, પૃ. ૧૧-૨૩.
૨. એજન, પ્રસ્તાવના, પૃ. ૫; જૈન લેખસંગ્રહ, સંખ્યા ૧૧૮૦, ૨૩૧૧, ૧૧૪૪, ૧૪૯૨ અને ૧૫૩૪; બીકાનેર જૈન લેખસંગ્રહ, સંખ્યા ૯૦૧, ૧૯૩૫.
૩. જિનરત્નકોશ, પૃ. ૨૯૯
*.
એજન ૫. એજન, પૃ. ૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org