________________
૩૮૪
આ વિષયની અન્ય રચના ભોજપ્રબંધ સત્યરાજગણિકૃત પણ મળે છે. સત્યરાજની અન્ય રચના પૃથ્વીચન્દ્રચરિત્ર (સં.૧૫૩૫) પણ મળે છે.
મેરુતુંગકૃત પ્રબંધચિન્તામણિ (સં.૧૩૬૧)માં નિરૂપવામાં આવેલ ભોજભીમપ્રબંધમાંથી ઉક્ત રચનાઓમાં મોટી મદદ લેવામાં આવી છે. આ પ્રબંધ પણ ભોજના સંબંધની અનેક લોકકથાઓથી ભરેલો છે પરંતુ તેમાં ઐતિહાસિકતાની અધિક રક્ષા કરવામાં આવી છે.
ભોજના કાકા મુંજ ઉપર અદ્ભુત કથા રચાઈ છે. પ્રબંધચિન્તામણિમાં મુંજરાજપ્રબંધમાં મુંજરાજ સંબંધિત અનેક ઉક્તિઓ આપવામાં આવી છે. સ્વતન્ત્ર રચનાઓના રૂપમાં કૃષ્ણર્લિંગચ્છીય મહેન્દ્રસૂરિના શિષ્ય જયસિંહસૂરિ (સં.૧૪૨૨ લગભગ) દ્વારા રચિત મુંજનરેન્દ્રકથા તથા સં. ૧૪૭૫માં રચાયેલી એક અજ્ઞાતકર્તૃક મુંજભોજનૃપકથા મળે છે.
મહીપાલકથા યા મહીપાલચરિત આ કથાનો નાયક વાસ્તવમાં અદ્ભુત કથાનો એક રાજપુત્ર છે. આ કથામાં અદ્ભુત કથા અને પૌરાણિક કથાનું સારું સમ્મિશ્રણ ક૨વામાં આવ્યું છે. આના ઉપર સંસ્કૃત અને પ્રાકૃતમાં કેટલીય રચનાઓ મળે છે.પ
જૈન કાવ્યસાહિત્ય
કથાવસ્તુ – મહીપાલ કોઈ દેશનો રાજા ન હતો પરંતુ ઉજ્જયિનીના રાજા નરસિંહની પાસે રહેનારો કલાવિચક્ષણ રાજપુત્ર હતો. રાજાએ તેને પોતાના મનોવિનોદ માટે રાખ્યો હતો પરંતુ તે કલાઓને શીખવા માટે જ્યાં-ત્યાં ભમતો હતો. તેથી રાજાએ નારાજ થઈને તેને કાઢી મૂક્યો. મહીપાલ પોતાની પત્ની સાથે ભમતો ભમતો ભરૂચમાં આવ્યો અને ત્યાંથી જહાજમાં બેસી કટાદ્વીપ જવા માટે નીકળી પડ્યો પરંતુ દુર્ભાગ્યવશ સમુદ્રમાં જ જહાજ તૂટી જવાથી ગમે તેમ કરીને કિનારે પહોંચ્યો અને તે કટાદ્વીપના રત્નપુર નગરમાં રહેવા લાગ્યો. ત્યાં રત્નપરીક્ષામાં પોતાની કલા દેખાડી તેણે રાજપુત્રી સાથે લગ્ન કરી લીધા અને તેની સાથે જહાજમાં બેસી પોતાની પહેલી પત્ની સોમશ્રીની શોધમાં નીકળી પડ્યો. રાજાએ પોતાની પુત્રી અને જમાઈની દેખરેખ માટે અથર્વણ નામના મંત્રીને સાથે
૧. એજન, પૃ. ૨૯૯
૨. સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૧, પૃ. ૨૫-૫૨
૩-૪.જિનરત્નકોશ, પૃ. ૩૧૦
૫. એંજન, પૃ. ૩૦૮; વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૩૬
૫૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org