________________
કથાસાહિત્ય
સદીનો પ્રારંભ મનાય છે. તેનો ઉલ્લેખ વિક્રમપંચદંડપ્રબન્ધ યા વિક્રમાદિત્યપંચદંડચ્છત્રપ્રબન્ધ નામથી પણ થયો છે. તેનો ગ્રન્થાત્ર ૪૦૦ છે.
ત્રીજી રચના સાધુપૂર્ણિમાગચ્છના અભયચન્દ્રના શિષ્ય રામચન્દ્રે ૫૫૦ શ્લોકોમાં સં. ૧૪૯૦માં કરી છે.' આ રચના અનુષ્ટુપ્ છન્દમાં કરવામાં આવી છે અને પાંચ સર્ગોમાં વિભક્ત છે. તેને વિક્રમચરિત્ર પણ કહેવામાં આવેલ છે પરંતુ તેમાં વિક્રમ દ્વારા પ્રાપ્ત કેવલ પંચદંડચ્છત્ર (સિંહાસનમાં પાંચ દંડો ઉપર લાગેલું છત્ર)ની ઘટનાનું જ વર્ણન છે. તેમાં નગરો, આભૂષણો, ખાદ્ય સામગ્રી વગેરેનાં લાંબાં વર્ણનો છે. આ રચના પરવર્તી અનેક પ્રાચીન ગુજરાતી અને રાજસ્થાની કૃતિઓનો આદર્શ રહી છે.
૩૭૯
પંચદંડચ્છત્રકથા દેવમૂર્તિકૃત વિક્રમચરિત્રના ચોથા સર્ગમાં તથા શુભશીલકૃત વિક્રમચરિત્રના નવમા સર્ગમાં પણ નિરૂપવામાં આવી છે.
પંચદંડચ્છત્રપ્રબંધ નામની બે અજ્ઞાતકર્તૃક રચનાઓ પણ લગભગ ૧૫મી સદીની મળી છે. બન્ને સંસ્કૃત ગદ્યમાં છે. એક રચના દામિની જાદૂગરણીના પાંચ આદેશના સ્થાને પાંચ કાર્યોમાં વિભક્ત છે. બીજીમાં પ્રારંભમાં જ વિક્રમાદિત્યઉત્પત્તિપ્રબંધ નામે એક નાનો પ્રબંધ આપ્યો છે, તે સંભવતઃ કાલકાચાર્યકથામાંથી લીધો છે.
*
પ્રાકૃતમાં એક પંચદંડપુરાણ હોવાનો ઉલ્લેખ મળે છે. એક અજ્ઞાતકર્તૃક પંચદંડકથાનો પણ ઉલ્લેખ મળે છે.૫
વિક્રમાદિત્યના ચરિત્ર સાથે સંબદ્ધ વેતાલની કથારૂપ પચ્ચીસ પ્રશ્નોની ઘટના તથા વિક્રમાદિત્યના સિંહાસન ઉપર તેનો પુત્ર બેસે તે પહેલાં ૩૨ પુતળીઓએ પ્રશ્નાત્મક રૂપથી કહેલી વાર્તાઓના પ્રસંગને લઈને પણ જૈન કવિઓએ રચનાઓ
૧. એજન, હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૨, શીર્ષક ‘પંચદંડાત્મક વિક્રમચરિત્રમ્'; પ્રો. એ. વેબરે તેને જર્મન પ્રસ્તાવના સાથે રોમન લિપિમાં બર્લિનથી ૧૮૭૭માં પ્રકાશિત કરી છે.
૨. હસ્તલિખિત પ્રતિ – હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણ, સંખ્યા ૧૭૮૨.
એજન, સંખ્યા ૧૭૮૦
3.
૪. જિનરત્નકોશ, પૃ. ૨૨૪ ૫. એજન, પૃ. ૩૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org