________________
કથાસાહિત્ય
૩૭૭
આવ્યો પરંતુ કેટલાય જૈન લેખકોએ તેના ઉપર સ્વતન્ત્ર રચનાઓ કરી છે.' દેવમૂર્તિએ આ કથાને પોતાના કાવ્યના ચોથા સર્ગમાં આપી છે.
કતો અને રચનાકાળ – આ કૃતિના કર્તા દેવમૂર્તિ છે. તે કાસદ્રહગચ્છના દેવચન્દ્રસૂરિના શિષ્ય હતા. કૃતિની રચના સં. ૧૪૭૧ યા ૧૪૭૫ લગભગ કરવામાં આવી છે. તેમની અન્ય રચના રોહિણેયકથા પણ મળે છે.
૨. વિક્રમચરિત – વિક્રમાદિત્ય સાથે જોડાયેલી પ્રચલિત લોકકથાઓના સંગ્રહરૂપે શુભશીલગણિકૃત બીજી રચના મળે છે. આ રચના ૧૨ અધ્યાયોમાં વિભક્ત છે અને તેમાં કુલ મળીને ૧૮૯૭ શ્લોકો છે. રચના સરળ વર્ણનાત્મક . શૈલીમાં લખાઈ છે. તેમાં દેવમૂર્તિની પૂર્વ રચના અનુસાર જ વિક્રમનું પૂર્વ જીવનવૃત્ત દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બન્ને કૃતિઓમાં અનેક પ્રાકૃત અને અપભ્રંશ પદ્યો પ્રક્ષિત છે.
આ કાવ્યની વિશેષતા એ છે કે આમાં દેવમૂર્તિની રચનાની જેમ સિંહાસન સંબંધી બત્રીસ કથાઓ આપવામાં નથી આવી પરંતુ પ્રબન્ધકોશની જેમ કેવળ ચાર કથાઓ જ આપવામાં આવી છે. આમાં વિક્રમાદિત્યના પુત્રનું નામ દેવકુમાર અપર નામ વિક્રમસેન આપવામાં આવ્યું છે. આના નવમા સર્ગમાં પંચદંડચ્છત્રની કથા આપવામાં આવી છે. - કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા તપાગચ્છીય મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલગણિ છે. તે અનેક ગ્રન્થોના લેખક છે. તેમનો પરિચય અમે આપી દીધો છે. પ્રસ્તુત વિક્રમચરિત્રની રચના સં. ૧૪૯૯માં કરવામાં આવી હતી.'
૧. આના પર કોઈ જૈનેતર લેખકની રચના મળતી નથી. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૫૦; હેમચન્દ્રાચાર્ય ગ્રન્થમાલા, અમદાવાદ, સં. ૧૯૮૧, બે
ભાગોમાં પ્રકાશિત. ૩. આ કૃતિની ત્રણ હસ્તપ્રતોમાં રચના સંવત ૧૪૯૯ આપવામાં આવ્યો છે : निधाननिधिसिन्ध्विन्दुवत्सरात् विक्रमार्कतः । शुभशीलयतिश्चके चरित्रं विक्रमोष्णगोः । પરંતુ વીર ઉપાશ્રયના જ્ઞાનભંડારની પ્રતિમાં સં. ૧૪૯૦ આપવામાં આવ્યો છે : श्रीमद्विकमकालाच्च खंनिधिरत्नसंज्ञके (१४९०)। वर्षे माघे सिते पक्षे शुक्लचातुर्दशीदिने ॥ पुष्ये रवौ स्तम्भतीर्थे शुभशीलेन पण्डिता। विदधे रचितं ह्येतत् विक्रमार्कस्य भूपतेः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org