________________
કથાસાહિત્ય
થઈ છે. કનકકુશલ અનેક લઘુકાય કૃતિઓના સર્જક હતા, તેમનો ઉલ્લેખ આપણે કરી ગયા છીએ.
૩૬૭
આ કથાને લઈને માણિક્યચન્દ્રના શિષ્ય દાનચન્દ્ર પણ સં. ૧૭૦૦માં જ્ઞાનપંચમીકથા (વરદત્તગુણમંજરીકથા)ની રચના કરી છે. અઢારમી સદીના પ્રસિદ્ધ ગ્રન્થકાર અને કવિ મેઘવિજયે (વિ.સં.૧૭૦૯-૧૭૬૦) શ્રુતપંચમીમાહાત્મ્ય ઉ૫૨ ૨૦૪૨ શ્લોકોનું ભવિષ્યદત્તચરિત' લખ્યું છે, તે ૨૧ અધિકારોમાં વિભક્ત છે. એના શ્લોકોની વચ્ચે વચ્ચે હિતોપદેશ, પંચચા આદિ ગ્રંથોમાંથી સુભાષિતો ઉષ્કૃત કરવામાં આવ્યાં છે. તેને અનુપ્રાસ, યમક વગેરે શબ્દાલંકારોથી વિભૂષિત કરવામાં આવ્યું છે. મેઘવિજય ઉપાધ્યાયનો પરિચય આપી દીધો છે અને તેમની કૃતિનો ઉલ્લેખ કેટલાય પ્રસંગોએ કરી ગયા છીએ. કેટલાક વિદ્વાનોએ તેને ધનપાલકૃત ૨૦૦૦ ગાથાપ્રમાણ અપભ્રંશ ભવિસયત્તકહા (૨૨ સંધિઓ)નું સંસ્કૃત રૂપાન્તર માન્યું છે.
·3
૧૯મી સદીમાં ખરતરગચ્છીય ક્ષમાકલ્યાણ ઉપાધ્યાયે (સં.૧૮૨૯-૬૫) જ્ઞાનપંચમીના માહાત્મ્ય ઉપર સંસ્કૃતમાં ગદ્યપદ્યમયી સૌભાગ્યપંચમી કથા રચી છે. તેનો પઘભાગ તો કનકકુશલકૃત આ જ વિષયની કૃતિમાંથી લીધો છે અને ગઘભાગ તેમણે પોતે જ રચ્યો છે. ક્ષમાકલ્યાણે રચેલી અન્ય વ્રતકથાઓ પણ મળે છે – અક્ષયતૃતીયાકથા, મેરુત્રયોદશીકથા, મૌનએકાદશીકથા, રોહિણીકથા, વગેરે.
આ વિષયની અન્ય રચનાઓમાં જિનહર્ષકૃત (અજ્ઞાતસમય), પાર્શ્વચન્દ્રકૃત, સુન્દરગણિકૃત, મંજુસૂરિકૃત, મુક્તિવિમલકૃત' (વિ.સં.૧૯૬૯માં ૧૦૨ સંસ્કૃત પઘોમાં) તથા કેટલીક અજ્ઞાતકર્તૃક કૃતિઓ મળે છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૧૪૮
૨. હિમ્મત ગ્રન્થમાલા, અંક ૧માં પં. મફતલાલ ઝવેરચંદ ગાંધી દ્વારા સંપાદિત ગુજરાતી અનુવાદ અમદાવાદથી પ્રકાશિત.
૩. પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૪૪૧ ઉપરનું ટિપ્પણ.
૪. જિનરત્નકોશ, પૃ. ૮૫, ૧૪૯, ૨૨૬, ૩૪૧
૫. દયાવિમલ ગ્રન્થમાલા, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org