________________
૩૭૪
શરદુત્સવકથા શ્રવણદ્વાદશીકથા ષોડશકારણકથા સપ્તદશપ્રકારકથા સિદ્ધચક્રકથા
ભટ્ટારક સિંહનન્દિ
શ્રુતસાગર
શ્રુતસાગર
માણિક્યસુન્દર
શુભચન્દ્ર, અજ્ઞાત
અદ્ભુત કથાઓ
'E
વિક્રમાદિત્યવિષયક કથાનક – વિ.સં.૧૨૦૦થી ૧૫૦૦ વચ્ચે ત્રણસો વર્ષોમાં વિક્રમાદિત્યની પરંપરાને લઈને જૈન કવિઓએ બહુવિધ સાહિત્યનું સર્જન કર્યું છે. વિ.સં.૧૨૦૦ પહેલાં જૈન સાહિત્યમાં વિક્રમના ઉલ્લેખો બહુ થોડા મળે છે. પરંતુ તેના નગ૨ ઉજ્જયિનીનું પ્રાચીન જૈન સાહિત્યમાં પ્રચુર પ્રમાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. વિક્રમ સંબંધી જૈન પરંપરાનું ઉદ્ગમસૂત્ર સિદ્ધસેને રચેલી મનાતી એક ગાથા છે, તેમાં સિદ્ધસેન વિક્રમાદિત્યને કહે છે કે ૧૧૯૯ વર્ષ વીત્યા પછી તમારા જેવો એક રાજા (કુમારપાળ) થશે. આ ગાથા અવશ્ય કોઈએ કુમારપાળની દાનશીલતા અને દયાની કીર્તિ ફેલાયા પછી જ લખી હશે. લાગે છે કે તેના પૂર્વવર્તી કાળમાં અતીત જૈન રાજાઓમાં વિક્રમને સમાવિષ્ટ કરવામાં આવ્યા ન હતા કારણ કે તે અવિવેકી રાજા હતો, તે એવા સાહસિક કાર્યો કરતો હતો જેમાં તેના શત્રુઓનો નિર્મમ વધુ તે કરતો હતો; આવું તેનું ચિત્ર હતું. તેથી તે ઉદાર અને ધાર્મિક રાજાઓની પંક્તિમાં સ્થાન ન પામી શક્યો. પરંતુ વિક્રમના સ્વભાવનું એક બીજું પાસું પણ હતું અને તે હતું પોતાનાં સાહસિક કાર્યો દ્વારા નિઃસ્પૃહભાવે જનસેવા કરવી તે. આ ઉદેશ સાચા જૈન રાજાના આદર્શો સાથે પૂરેપૂરો મેળ ખાય છે. વિક્રમ સાધારણ વ્યક્તિના માટે પણ, પછી ભલેને તે તેનો ઘોર શત્રુ પણ કેમ ન હોય, પોતાનું સર્વસ્વ ત્યાં સુધી કે પોતાના જીવનનું બલિદાન દેવા પણ તૈયાર થઈ જતો. ઉપરાંત, તે ઉદાર હૃદયવાળો રાજા હતો, તેનામાં અસીમ કરુણા ભરી હતી.
૧. એજન, પૃ. ૩૭૮ ૩. જિનરત્નકોશ, પૃ. ૪૦૫ ૪.એજન, પૃ. ૪૧૫ ૫. એજન, પૃ. ૪૩૬
६. पुन्ने वाससहस्से सयम्मि वरिसाण नवनवइ अहिए ।
हो कुमरनरिन्दो तुह विक्कमराय सारिच्छो ॥ -
Jain Education International
૨.ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૧૭૪
પ્રબન્ધચિન્તામણિ, પૃષ્ઠ ૮, પઘ ૮
જૈન કાવ્યસાહિત્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org