________________
કથાસાહિત્ય
૩૬૫
અંતિમ અધ્યાયમાં ભટ્ટારક પરંપરાનો ઈતિહાસ આપ્યો છે. ગિરિનારોદ્વાર' નામની એક અન્ય રચનામાં ગિરિનારનું માહાભ્ય વર્ણવાયું છે.
ઘણાં બધાં તીર્થોનો સંક્ષિપ્ત પરિચય આપવાના આશયથી જિનપ્રભસૂરિએ. વિવિધતીર્થકલ્પની રચના (સં.૧૩૬૪-૮૯) કરી છે, તે પ્રકાશિત છે. તેને પરિચય આ ઈતિહાસના ચતુર્થ ભાગમાં આપી દીધો છે. તિથિ-પર્વ-પૂજા-સ્તોત્રવિષયક કથાઓ
જૈન વિદ્વાનોએ તપ, શીલ, જ્ઞાન અને ભાવનાની જેમ તથા તીર્થોના માહાભ્યોની જેમ પોતાના ધર્મ યા સંપ્રદાયનાં માન્ય પર્વો તથા પુણ્યતિથિઓના માહાભ્યને દર્શાવવા અનેક કથાગ્રન્થો રચ્યા છે. આ પ્રવૃત્તિનો સૂત્રપાત ૧૪૧૫મી સદીથી વિશેષ થયો છે પરંતુ ૧૬-૧૭મી સદીમાં આ વિષયના વિશાળ સાહિત્યનું સર્જન થયું છે. અહીં કેટલીક રચનાઓનો પરિચય આપીશું પરંતુ અન્ય કૃતિઓનો વિસ્તારમયથી માત્ર ઉલ્લેખ જ કરીશું. પાશ્ચાત્ય દેશોમાં આ કથાઓ ઉપર પણ સારું સમીક્ષાત્મક અધ્યયન શરૂ થઈ ગયું છે. તેથી આ સાહિત્ય પણ મનનીય છે, ઉપેક્ષણીય નથી. - જ્ઞાનપંચમીકથા – કાર્તિક શુક્લ પંચમીને જ્ઞાનપાંચમ અને સૌભાગ્યપાંચમના નામથી પણ સમજવામાં આવે છે. આ દિવસે ગ્રન્થોને પાટ ઉપર રાખી તેમની પૂજા, સંમાર્જન, લેખન આદિ કરવું જોઈએ અને “નમો નાણસ્સ'ના ૧૦૦૦ જપ કરવા જોઈએ. તેનું માહાભ્ય પ્રગટ કરવા માટે જ્ઞાનપંચમી કથા, શ્રુતપંચમીકથા, કાર્તિકશુક્લપંચમીકથા, સૌભાગ્યપંચમીકથાયા પંચમીકથા, વરદત્તગુણમંજરીથા તથા ભવિષ્યદત્તચરિત્ર' નામથી અનેક કથાગ્રન્થો રચાયા છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૫ ૨. એજન, પૃ. ૧૪૮ ૩. એજન, પૃ. ૮૫ ૪. એજન, પૃ. ૨૨૬, ૪૫૩ ૫. એજન, પૃ. ૩૪૧ ૬. એજન, પૃ. ૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org