________________
૩૬૪
જેન કાવ્યસાહિત્ય
અને ધાત્રી એ આઠ અધિકાર છે, જે ૧૬ ઉદેશોમાં વિભક્ત છે.
સુદર્શના સિંહલદ્વીપમાં શ્રીપુરનગરના રાજા ચન્દ્રગુપ્ત અને રાણી ચન્દ્રલેખાની પુત્રી હતી. ભણીગણી તે મોટી વિદુષી અને કલાવતી બની ગઈ. એક વાર તેણે રાજસભામાં જ્ઞાનનિધિ પુરોહિતના મતનું ખંડન કર્યું. ધર્મભાવનાથી પ્રેરિત થઈ તે ભૃગુકચ્છની યાત્રાએ ગઈ અને ત્યાં તેણે મુનિસુવ્રત તીર્થકરનું મંદિર તથા શકુનિકાવિહાર નામનું જિનાલય બનાવ્યું.
સુદર્શનનું આ ચરિત્ર હિરણ્યપુરના શેઠ ધનપાલે પોતાની પત્ની ધનશ્રીને સંભળાવ્યું. કથામાં પ્રસંગવશે અનેક સ્ત્રીપુરુષોનાં તથા વિવિધ અન્ય ઘટનાઓનાં રોચક વૃત્તાન્તો દાખલ કરવામાં આવ્યાં છે.
કર્તા અને રચનાકાલ – આના કર્તા તપાગચ્છીય જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિ છે. કર્તાએ પોતાના વિશે કહ્યું છે કે તે ચિત્રાપાલકગચ્છીય ભુવનચન્દ્ર ગુરુ, તેમના શિષ્ય દેવભદ્ર મુનિ અને તેમના શિષ્ય જગન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમના એક ગુરુભાઈ વિજયચન્દ્રસૂરિએ આ ગ્રન્થના નિર્માણમાં સહાયતા કરી હતી. કહેવાય છે કે દેવેન્દ્રસૂરિને ગૂર્જર રાજાની અનુમતિપૂર્વક વસ્તુપાલ મંત્રી સમક્ષ આબૂ ઉપર સૂરિપદ આપવામાં આવ્યું હતું. દેવેન્દ્રસૂરિએ વિ.સં.૧૩૨૩માં વિદ્યાનન્દને સૂરિપદ આપ્યું હતું તથા સં. ૧૩ર૭માં તે સ્વર્ગવાસી થયા હતા. તેથી આ ગ્રન્થની રચના તે સમય (સં.૧૩૨૭) પૂર્વે થઈ છે. તેમની અન્ય કૃતિઓમાં પંચનવ્યકર્મગ્રન્થ સટીક, ત્રણ આગમો ઉપર ભાષ્ય, શ્રાદ્ધદિનકૃત્ય સવૃત્તિ તથા દાનાદિકુલક મળે છે.
અન્ય તીર્થોમાં દક્ષિણ ભારતના શ્રવણબેલ્ગોલના માહાભ્યને પ્રગટ કરવા માટે ગોમટેશ્વરચરિત્ર નામની એક સંસ્કૃત રચનાનો ઉલ્લેખ મળે છે. તેવી જ રીતે મધ્યપ્રદેશના એક અન્ય તીર્થ સુવર્ણાચલ “સોનાગિરના માહાભ્યને દર્શાવવા માટે દેવદત્ત દીક્ષિતે સં. ૧૮૪૫માં “સ્વર્ણાચલમાહાભ્ય'ની રચના કરી છે. તેના
૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૪; આત્મવલ્લભ ગ્રન્થ સિરિઝ, વલાદ (અમદાવાદ)થી સન્ ૧૯૩૨માં પ્રકાશિત; કથાગ્રન્થની અન્ય વિશેષતાઓ માટે જુઓ પ્રાકૃત સાહિત્ય કા
ઈતિહાસ, પૃ. ૫૬૧-૨૬૬. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૧૧ ૩. બાબૂ છોટેલાલ જૈન સ્મૃતિગ્રન્થ, પૃ. ૧૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org