________________
કથાસાહિત્ય
૩૬૩
શુકરાજકથાની રચના કેટલાક આચાર્યોએ કરી છે. તેમાં ક્ષિતિપ્રતિષ્ઠિતપુરના રાજકુમાર શુકરાજની કથા છે. શુકરાજ વિમલગિરિ ઉપર જઈ મંત્રસાધન કરી શત્રુને જીતનારો – શત્રુંજય બની ગયો હતો ત્યારથી ઉક્ત તીર્થનું નામ શત્રુંજય પડી ગયું: ગુરૂત્ર ત્વા નૈધને શત્રુથોડભૂતિ મહોત્સવં કૃત્વા વિશે: शत्रुञ्जय इति नाम प्रख्यापयामास ।
કર્તા અને રચનાકાળ – આની રચના અંચલગચ્છીય મેરૂતુંગના શિષ્ય માણિજ્યસુંદરે ૫૦૦ શ્લોકોમાં કરી છે. માણિક્યસુંદર બહુ સારા કવિ હતા. તેમની બીજી રચનાઓ ચતુઃ પર્વોચપૂ, શ્રીધરચરિત્ર (સં.૧૪૬ ૩), ધર્મદત્તકથાનક, મહાબલમલયસુન્દરીચરિત્ર, અજાપુત્રકથા, આવશ્યકટીકા, પૃથ્વીચન્દ્રચરિત્ર (પ્રાચીન ગુજરાતી, સં. ૧૪૭૮) અને ગુણવર્મચરિત્ર (સં.૧૪૮૪) છે.
શુકરાજકથાવિષયક અન્ય કૃતિઓ શુભશીલગણિકૃત (૧૬મી સદીનો પૂર્વાર્ધ) તથા કેટલીક અજ્ઞાતકર્તક પણ મળે છે.
સુદર્શનાચરિત – ભરૂચ (ભૃગુકચ્છ)ના શકુનિકાવિહારજિનાલયના માહાભ્યને દર્શાવવા માટે સુદર્શનાની કથા ઉપર જ્ઞાતકર્તક બે પ્રાકૃત રચનાઓ, એક સંસ્કૃત રચના તથા એક અજ્ઞાતકર્તક પ્રાકૃત રચના મળી છે.'
અજ્ઞાતકર્તક પ્રાકૃત રચનાની હસ્તલિખિત પ્રતિ સં. ૧૨૪૪ની મળી છે. કેટલાક વિદ્વાનોનું અનુમાન છે કે આ જ પશ્ચાદ્દવર્તી કૃતિઓનો આધાર રહી છે.
બીજી રચના પણ પ્રાકૃતમાં છે. તેના કર્તા મલધારી દેવપ્રભસૂરિ (૧૩મી સદીના ઉત્તરાર્ધ) છે. આ કૃતિ ૧૮૮૭ શ્લોકપ્રમાણની છે. ત્રીજી રચનાનો પરિચય કથાની સાથે આપીશું. ચોથી રચના સંસ્કૃતમાં છે, તે કોઈ માણિજ્યસૂરિએ રચેલું સુદર્શનાકથાનક છે.
સુદંસણાચરિય – તેનું બીજું નામ શકુનિકાવિહાર પણ છે. આ પ્રાકૃત કૃતિમાં ૪૦૦૨ ગાથાઓ છે. વચ્ચે વચ્ચે શાર્દૂલવિક્રીડિત આદિ છંદોનો પ્રયોગ થયો છે. તેમાં ધનપાલ, સુદર્શન, વિજયકુમાર, શીલવતી, અશ્વાવબોધ, ભ્રાતા, ધાત્રીસુત
૧. જિનરત્નકોશ, પૃ. ૩૮૬; હંસવિજય જૈન ફ્રી લાયબ્રેરી, ગ્રન્થાંક ૨૦, સં. ૧૯૮૦. ૨. એજન ૩. એજન, પૃ. ૪૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org