________________
૩૬ ૨
જેન કાવ્યસાહિત્ય
શત્રુંજયમાહાસ્ય ઉપર એક અજ્ઞાતકર્તક વ્યાખ્યા તથા રવિકુશલના શિષ્ય દેવકુશલે રચેલી બાલાવબોધ ટીકા (સં.૧૯૬૭માં લખાયેલી) મળે છે.'
આ માહાભ્યનું સંક્ષિપ્ત રૂપ સં. ૧૯૬૭માં ખંભાતના મહીરાજના પુત્ર ઋષભદાસે શત્રુંજયોદ્ધાર નામે કર્યું છે. વળી, ધનેશ્વરસૂરિની કૃતિને આધાર બનાવી શત્રુંજયમાહાભ્યોલ્લેખ નામનું કાવ્ય ૧૫ અધ્યાયોમાં સરળ સંસ્કૃત ગદ્યમાં સં. ૧૭૮૨માં હંસરને રચ્યું છે. હંસરત્ન તપાગચ્છની નાગપુરીય શાખાના ન્યાયરત્નના શિષ્ય હતા.
શત્રુંજય તીર્થના માહાભ્યને પ્રકટ કરવા માટે ઉપકેશગચ્છીય સિદ્ધસૂરિના પટ્ટધર શિષ્ય કક્કસૂરિએ સં. ૧૩૯૨માં શત્રુંજય મહાતીર્થોદ્ધારપ્રબંધની રચના કરી છે. તેનું અપરના નાભિનન્દનોદ્વારપ્રબંધ પણ છે. આ એક ઐતિહાસિક મહત્ત્વની રચના છે. આનો પરિચય અમે પહેલાં આપી દીધો છે.
આ જ વિષયની અન્ય રચનાઓમાં જિનહર્ષસૂરિકૃત શત્રુંજયમાહાલ્ય, નયસુંદરનો સં. ૧૯૩૮માં નિર્મિત શત્રુંજયોદ્ધાર તથા તપાગચ્છના વિનયંધરના શિષ્ય વિવેકધીરગણિએ સં. ૧૫૮૭માં રચેલો શત્રુંજયોદ્ધાર અપરના ઈષ્ટાર્થસાધક ઉલ્લેખનીય છે.
શત્રુંજયતીર્થ વિશેની અનેક કથાઓનો સંગ્રહ શત્રુંજયકથાકોશ છે. તેને ધર્મઘોષસૂરિકૃત શત્રુંજયકલ્પ ઉપર ૧૨૫૦૦ શ્લોકપ્રમાણ વૃત્તિના રૂપમાં શુભશીલગણિએ સં. ૧૫૧૮માં બનાવ્યો છે.
શુકરાજકથા – શત્રુંજય તીર્થના માહાભ્યને એક અન્ય રીતે પ્રગટ કરવા માટે
૧. જિનરત્નકોશ, પૃ. ૩૭૨ ૨. એજન, પૃ. ૩૭૩ ૩. એજન, પૃ. ૩૭૨ ૪. એજન ૫. એજન ૬. એજન, પૃ. ૩૭૩ ૭. એજન; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સં. ૧૯૭૩, ૮. એજન, પૃ. ૩૭ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org