________________
૩૬૦
ભિક્ષુઓના પારસ્પરિક કલહનો આભાસ મળે છે. આમાં સુભદ્રાના શીલધર્મનું સરસ નિરૂપણ છે. આ કથાનક કથાકોષપ્રકરણમાં (જિનેશ્વરસૂરિ) પણ આવ્યું છે. અજ્ઞાતકર્તૃક પ્રસ્તુત રચના ૧૫૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ છે. અભયદેવની સં. ૧૧૬૧માં રચાયેલી અપભ્રંશ કૃતિનો પણ ઉલ્લેખ મળે છે.
અન્ય નારી પાત્રો ઉપર જે કથાઓ મળે છે તે નીચે મુજબ છે – અભયશ્રીકથા, જયસુન્દરીકથા', જિનસુન્દરીકથા' (શીલ ઉપર), ધવ્યસુન્દરીકથા" (પ્રાકૃત), નાગશ્રીકથા, પુણ્યવતીકથા, પુષ્પવતીકથા, મંગલમાલાકથા, મધુમાલતીકથા'', રતિસુન્દરીકથા, રત્નમંજરીકથા, રસમંજરીચરિત્ર, શાન્તિમતીકથા", સૂર્યયશાકથા*, સોમશ્રીકથા', સૌભાગ્યસુંદરીકથા, હંસાવલીકથા૯, હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર, પદ્મિનીચરિત્ર, મગધસેનાકથા, મદનાવલિકથા, મદનધનદેવીચરિત૪.
તીર્થમાહાત્મ્યવિષયક કથાઓ
તીર્થોના માહાત્મ્યને પ્રકટ કરવા માટે અનેક કથાકોશ અને સ્વતન્ત્ર કાવ્યોનું પણ સર્જન થયું છે. આમાં સૌથી પ્રાચીન ધનેશ્વરસૂરિનું શત્રુંજયમાહાત્મ્ય છે. તેને રૈવતાચલમાહાત્મ્યષ પણ કહે છે.
શત્રુંજયમાહાત્મ્ય
આ હિન્દુ પુરાણોમાં મળતી માહાત્મ્યશૈલીમાં રચાયું છે. આ એક મહાકાવ્ય છે. તેમાં ૧૪ સર્ગો છે. સર્ગો પ્રાયઃ શ્લોકોમાં રચાયા છે. તેનો પ્રારંભ સંસારવર્ણનથી થાય છે. પછી રાજા મહીપાલનાં અદ્ભુત કાર્યોની તથા પછી પ્રથમ જિન ઋષભદેવની કથા આપવામાં આવી છે. તેમાં
--
૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૫ ૨. એજન
૩. જિનરત્નકોશ, પૃ. ૧૩
૬. એજન, પૃ. ૧૯૭
૯. એજન, પૃ. ૨૫૪ ૧૨.એજન, પૃ.૩૨૬ ૧૫.એજન, પૃ.૩૮૧ ૧૯.એજન,પૃ.૪૫૯
Jain Education International
જૈન કાવ્યસાહિત્ય
૪. એજન, પૃ. ૧૩૪ ૭. એજન, પૃ. ૨૧૦ ૧૦.એજંન, પૃ. ૨૯૯ ૧૩.એજન, પૃ. ૩૨૭ ૧૬-૧૭.એજન, પૃ.૪૫૨
૨૦.એજન, પૃ. ૪૬૦ ૨૩-૨૪.એજન, પૃ. ૩૦૦
૨૨.એજન, પૃ. ૨૯૯
૨૫.એજન, પૃ. ૩૩૩, ૩૭૨; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૮.
For Private & Personal Use Only
૫. એજન, ૧૩૮ ૮. એજન, પૃ. ૨૫૧ ૧૧.એજન, પૃ. ૩૦૦
૧૪.એજન, પૃ.૩૨૯ ૧૮.એજન, પૃ. ૪૫૩
૨૧.એજન, પૃ. ૩૩૬
www.jainelibrary.org