________________
૩૭૦
જૈન કાવ્યસાહિત્ય
પક્ષમાં અશ્લીલતાપૂર્ણ રીતે ઉજવવામાં આવતા હોળી પર્વની ઉત્પત્તિ જૈન માન્યતા અનુસાર કેવી રીતે અને કેમ થઈ છે તે જણાવ્યું છે. ઉક્ત આચાર્યની કથાત્મક રચનાઓમાં દીપમાલિકાકથા (સંસ્કૃત ગદ્ય) અને પંચાખ્યાનકથાસાર પણ મળે છે. તેમની અન્ય લગભગ ૬૦ જેટલી રચનાઓ મળે છે.
હોળીના પર્વ ઉપર અન્ય રચનાઓમાં રજ:પર્વકથા' (હોલિરજ:પર્વકથા) તથા જિનસુન્દર, શુભકરણ, ક્ષમાકલ્યાણ, માલદેવ, માણિક્યવિજય, પુણ્યસાગર અને ફત્તેન્દ્રસાગર આદિ કૃત હુતાશનીકથા અને હોલિકાપર્વકથાઓ મળે છે.
સ્તોત્રકથાઓ – વ્રતો, તીર્થો, પર્વો અને પૂજાના માહાત્મવર્ણનની જેમ જ અનેક પ્રમુખ સ્તોત્રોનું માહાસ્ય પ્રગટ કરવા માટે સ્તોત્રકથાઓ પણ રચવામાં આવી છે.
ભક્તામરકથા – આ નામની કૃતિઓ કેટલાય કર્તાઓની મળી છે. તેમાં સૌપ્રથમ રુદ્રપલ્લીયગચ્છના ગુણાકર અપનામ ગુણસુન્દરસૂરિએ રચેલી કથા છે, તેનો રચનાસંવત ૧૪૨૬ છે. તેમાં ૪૪ પદ્યોમાંથી કેટલાંક પદ્યોના માહાસ્ય ઉપર ૨૬ કથાઓ આપી છે.
બીજી કથાકૃતિ બ્રહ્મ. રાયમલ્લકૃત છે, તેને તેમણે સં. ૧૯૬૭માં રચી છે.
એક અન્ય ભક્તામર સ્તોત્રચરિત્ર વિશ્વભૂષણકૃત ઉપલબ્ધ છે. વિશ્વભૂષણ અનન્તભૂષણના શિષ્ય હતા.
એક અજ્ઞાતકર્તક ભક્તામરસ્તોત્રમંત્રકથાનો ઉલ્લેખ મળે છે. •
ઉવસગ્ગહપ્રભાવકથા – આમાં પ્રસિદ્ધ સ્તોત્ર ઉવસગ્ગહરના માહાભ્યનું વર્ણન કરવા માટે તપાગચ્છીય સુધાભૂષણના શિષ્ય જિનહર્ષસૂરિએ કથાઓ લખી
૧. જિનરત્નકોશ, પૃ. ૩૨૬ ૨. એજન, પૃ. ૪૬૨ ૩. એજન, પૃ. ૪૬૩ ૪. એજન, પૃ. ૨૯૦; દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, કન્યાંક ૭૦, મુંબઈ, સં.
૧૯૮૮. ૫. એજન, પૃ. ૨૮૮-૨૮૯ ૬. એજન, પૃ. ૨૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org