________________
કથાસાહિત્ય
૩૫૯
તથા અજ્ઞાતકર્તક (સં.૧૬૦૪) રચનાઓ મળે છે. ગુજરાતીમાં સાધ્વી હેમશ્રીએ રચેલું કનકાવતીઆખ્યાન (સં.૧૬૪૪) મળે છે.
• શીલચમ્પકમાલા – આમાં ધનહીનને દાન દેવાનું માહાસ્ય દર્શાવવા માટે ચમ્પકમાલાની કથા આપી છે. કર્તાનું નામ અજ્ઞાત છે.
કુન્તલદેવીકથા – ગર્વ કર્યા વિના દાન દેવાના દૃષ્ટાન્ત તરીકે કુન્તલદેવીનું કથાનક દાનપ્રદીપ(સં.૧૪૯૯)માં આવ્યું છે. તેને કોઈ લેખકે સ્વતંત્ર રચના રૂપે સંસ્કૃત શ્લોકોમાં રચ્યું છે પણ રચનાસંવત જ્ઞાત નથી.'
અઍકારિભક્ટ્રિકકથા – ઉપદેશપ્રાસાદમાં ઉક્ત કૌતુકપૂર્ણ કથા આવી છે. તેના ઉપર એક અજ્ઞાતકર્તક રચના મળે છે."
મૃગસુન્દરીકથા - શ્રાવકધર્મની દશવિધ ક્રિયાઓનું યત્નપૂર્વક પાલન કરવાના દૃષ્ટાન્તરૂપે મૃગસુન્દરીની કથા કહેવામાં આવી છે. તેના ઉપર અનેક કૃતિઓના સર્જક કનકકુશલગણિએ સં. ૧૯૬૭માં એક રચના કરી છે. એક બીજી અજ્ઞાતકર્તક રચનાનો પણ ઉલ્લેખ મળે છે. ગુજરાતીમાં આ કથા ઉપર રચનાઓ છે.
શીલસુન્દરીશીલપતાકા – આમાં શીલતરંગિણી કૃતિમાં વર્ણવવામાં આવેલી શીલસુન્દરીની કથા આપવામાં આવી છે. તેમાં ચતુર્વિધ આહારનો ત્યાગ કરી સંયમપાલન દ્વારા પોતાના જન્મનો ઉદ્ધાર કરનારી શીલસુન્દરી નાયિકા છે. ગુજરાતીમાં શીલસુન્દરીરાસ પણ મળે છે.
સુભદ્રાચરિત – આમાં સાગરદત્તે જૈનધર્મ સ્વીકાર્યો એટલે સુભદ્રાના માતાપિતાએ તેનું લગ્ન સાગરદત્ત સાથે કરાવ્યું. અહીં સાસુ-વહુ અને જૈન-બૌદ્ધ
૧. જિનરત્નકોશ, પૃ. ૬૭ ૨. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૨૮૬ ૩. જિનરત્નકોશ, પૃ. ૩૮૪ ૪. એજન, પૃ. ૯૧ ૫. એજન, પૃ. ૨ ૬. એજન, પૃ. ૩૧૩ ૭. એજન, પૃ. ૩૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org