________________
કથાસાહિત્ય
૩૬ ૧
ભરતબાહુબલિયુદ્ધનું, યાત્રાનું, ભરતે કરેલી ધર્મક્ષેત્રોની સ્થાપનાનું અને ખાસ કરીને તો શત્રુંજય પર્વત ઉપર તેણે બનાવેલાં મંદિરોનું વર્ણન છે. ૯માં સર્ગમાં રામકથા આપી છે. ૧૦, ૧૧ અને ૧૨મા સર્ગોમાં કૃષ્ણ અને અરિષ્ટનેમિ સાથે સંબંધ ધરાવતી પાંડવોની કથા આવે છે. ૧૦મા અધ્યાયમાં ભીમસેન અંગે જે કથા કહેવામાં આવી છે તે મહાભારતની ભીમકથાથી એકદમ જુદી છે. અહીં તેની કથા નીચે પ્રમાણે છે :
એક વખત એક વ્યાપારી જહાજ દ્વારા ભીમ સમુદ્ર પાર કરી રહ્યા હતા. પરંતુ સમુદ્રની મધ્યમાં એક ખડકની આજુબાજુ જહાજ ભમવા લાગ્યું. એક પોપટ બચવાનો ઉપાય બતાવ્યો. તેણે કહ્યું કે કોઈ એક જણે મરવા માટે તૈયાર થવું પડશે, તેણે પર્વત તરફ તરીને જવું પડશે અને ત્યાં જઈ તેણે ભાખંડ પક્ષીઓને વિસ્મિત કરવા પડશે. આ કામ કરવાનું ભીમે માથે લીધું, તેણે જહાજની રક્ષા કરી, પરંતુ પર્વત ઉપર તે એકલા રહી ગયા. સહાયક પોપટે તેમને ભાગવાનો રસ્તો બતાવ્યો. તે પોતે સમુદ્રમાં પડ્યા, એક માછલી તેમને ગળી ગઈ, માછલીને ચીરી તે કિનારા ઉપર બહાર નીકળી આવ્યા. તે લંકાદ્વીપ હતો. અનેક સાહસિક કામો કર્યા પછી તેમને એક રાજ્ય મળ્યું પરંતુ થોડા સમય પછી રાજ્યનો ત્યાગ તેમણે કર્યો કે જેથી તે શત્રુંજયના એક શિખર રૈવત ઉપર મુનિ બનીને રહી શકે.
ચૌદમા સર્ગમાં પાર્શ્વનાથની કથા છે અને છેલ્લે મહાવીરની એક લાંબી ભવિષ્યવાણી છે. તે ભવિષ્યવાણીમાં કેટલાય પ્રકારનાં ઐતિહાસિક અવતરણો છે, જેમનો અર્થ આજ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી.
કર્તા અને રાજ્યકાળ – આના કર્તા ધનેશ્વરસૂરિ છે. તેમના વિશે કહેવાય છે કે સૌરાષ્ટ્રના રાજા શીલાદિત્યની (વલભી સે. ૪૭૭ = ૭-૮મી સદી) વિનંતીથી તેમણે પ્રસ્તુત કૃતિની રચના કરી હતી. પરંતુ શત્રુંજયમાહાસ્યમાં સં. ૧૧૯૯થી ૧૨:૩૦ વચ્ચે રાજય કરનાર કુમારપાળનું વૃત્તાન્ત પણ આવે છે. તેથી કૃતિ એટલી પ્રાચીન નથી. વાસ્તવમાં વલભીમાં શીલાદિત્ય નામના છ રાજાઓ થઈ ગયા છે પરંતુ જૈન લેખકો એક જ શીલાદિત્યનો ઉલ્લેખ કરે છે. ધનેશ્વરસૂરિ પણ અનેક થયા છે. સંભવતઃ આ ધનેશ્વરસૂરિ ૧૩મી કે તે પછીની સદીના લેખક જણાય
છે. ૧
૧. મોહનલાલ દલીચન્દ્ર દેસાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૪પ-૧૪૬ પર
ટિપ્પણ ૧૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org